સુરતઃ3 મહિનાથી પગાર ન કરાતા રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

Jan 18, 2017 12:43 PM IST | Updated on: Jan 18, 2017 12:43 PM IST

સુરતઃનોટબંધી બાદ મોદી સરકારએ કારીગરના પગાર કેસલેશ કરવાની જાહેરાત કરી હતી ત્યારે કારીગરોને બેન્કમાં પગાર આપવાનું કહીને 3 મહિનાથી પગાર નહિ આપતા સુરતના હીરાના કારખાના કારીગરો રોડ પર ઉતરી આવી હડતાળ કરી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તાર માં આવેલ આ છે કિરણ જેમ્સ જ્યાં હીરાની મજૂરી કરતા 300 થી વધુ કારીગર આવીગયા છે રસ્તા પર તેની પાછળનું કારણ છે કારીગરો ને છેલ્લા 3 મહિનાથી માલિક દ્વારા પગાર ચુકવામાં આવીયો નથી માલિકે કારીગરોને કેસલેશ પગાર કરવાનું જણાવીને કારીગર બેન્ક ની વિગત મેળવી કારીગરને પગાર બેન્ક માં આપવાનું કહીને આજ દિન સુધી પગાર આપયો નથી.

સુરતઃ3 મહિનાથી પગાર ન કરાતા રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

છત્તાંય કારીગરો દ્વારા માલિક ને પગાર ની જગીયા પર ખર્ચ માટે રૂપિયા 5 હજાર આપવાનું કહેતા માલિક દ્વારા તે આપવાની ના પાડતા કારીગર રોડ પર ઉતરી આવયા હતા. અંદાજે 300 કારીગર રોડ પર આવીને હોબાળો મચાવ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર