ગુજરાતની રંગભૂમિના કલાકાર હસમુખ બારાડીનું 79 વર્ષની વયે નિધન

Feb 05, 2017 04:02 PM IST | Updated on: Feb 05, 2017 04:02 PM IST

અમદાવાદઃગુજરાતની રંગભૂમિના અદના કલાકાર હસમુખ બારાડીનું 79 વર્ષની વયે નિધન થયું છે.હસમુખભાઈના નિધનના કારણે રંગભૂમિને એક મોટી ખોટી પડી છે.અમદાવાદના ચેનપુર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.હસમુખભાઈના નશ્વરદેહને તેમની પુત્રી માનવિતાએ અગ્નિદાહ આપ્યો હતો.

દસકાઓ અગાઉ મુંબઈ અને દિલ્હી ખાતે તક મળી હોવા છતાં હસમુખભાઈએ અમદાવાદને રંગભૂમિની પ્રવૃત્તિ માટે પસંદ કર્યું હતું.30થી વધુ ફૂલ લેન્થ નાટકો તેમણે લખ્યા છે અને ગુજરાતને ભેટ આપ્યા છે.અનેક કલાકારો હસમુખભાઈ પાસે તૈયાર થયા છે અને આજે રંગભૂમિમાં પોતાના રંગ પાથરી રહ્યા છે.હસમુખભાઈની અંતિમ સંસ્કારવિધિમાં રંગભૂમિ સાથે જોડાયેલા અનેક કલાકારો હાજર રહ્યા હતા.

ગુજરાતની રંગભૂમિના કલાકાર હસમુખ બારાડીનું 79 વર્ષની વયે નિધન

 

સુચવેલા સમાચાર