ગુજરાતમાં હથિયારો ઘુસાડતા સુત્રધારને એટીએસે એમપીથી પકડ્યો

Jan 28, 2017 10:34 AM IST | Updated on: Jan 28, 2017 10:34 AM IST

અમદાવાદઃરાજ્યભરમા હથીયારોની હેરાફેરી કરનાર આરોપી ગોવિંદસિંહ પ્યારેસિહ ચિખલીગરની ગુજરાત એટીએસે મધ્યપ્રદેશના ઉમરેઠી ગામમાથી ધરપકડ કરી છે.આરોપી ગોવિંદ સુરતના 2 ગુનામા વોન્ટેડ હતો. છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી ભીડ, મુરેના તથા ચંબલના વિસ્તારોમા રહેતો હતો.

એટીએસને આરોપી અંગે માહીતી મળતા તેને ઝડપી લેવામા આવ્યો છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે પોતાના ઘરે જ હથીયાર બનાવતો અને રાજ્યભરમા તેને સપ્લાય કરતો હતો. આરોપીની પુરછપરછમા સામે આવ્યુ છે કે તેણે 15 જેટલા હથીયાર રાજ્યમા વહેંચ્યા છે અને તે કોને વેચ્યા છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં હથિયારો ઘુસાડતા સુત્રધારને એટીએસે એમપીથી પકડ્યો

 

સુચવેલા સમાચાર