અર્બુદાના કૌભાંડી સંચાલક રાકેશનું સરેન્ડર, સાથે ભાજપના નેતા હાજર રહેતા તર્ક વિતર્ક

Mar 09, 2017 06:30 PM IST | Updated on: Mar 09, 2017 06:38 PM IST

પાલનપુરઃ અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલક રાકેશ અગ્રવાલ દ્વારા ખાતેદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરાઇ છે ત્યારે આજે કૌભાંડી સંચાલક રાકેશ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.માઉન્ટ આબુ પોલીસે રાકેશની અટકાયત કરી છે.ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડોની રકમ ફસાઇ છે.

rakesh agraval arbuda kambhad

અર્બુદાના કૌભાંડી સંચાલક રાકેશનું સરેન્ડર, સાથે ભાજપના નેતા હાજર રહેતા તર્ક વિતર્ક

માઉન્ટઆબુ ની અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીએ ગુજરાતમાં લાખ્ખો રૂપીયાનો ચુનો લગાવ્યો છે. સંચાલક દ્વારા ઉત્તર ગુજરાતના અંબાજી, પાલનપુર, મહેસાણા સહિત બનાસકાંઠા,સાબરકાંઠા ઉપરાંત આણંદમાં અનેક જગ્યાએ મળી 40થી વધુ શાખા ખોલવામાં આવી હતી.

માઉન્ટ આબુની અર્બુદા ઉચાપત કેસના આરોપીનો ભાજપના પદાધિકારી સાથે સંબંધ હોવાની બહાર આવ્યું છે.ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સૌરભ ગંગાડિયા સરન્ડર સમયે સાથે હતા.ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ અને આરોપી રાકેશ અગ્રવાલ સાથે હતા. ભાજપ કાઉન્સિલર અને રાકેશ અગ્રવાલના ભાઇ મુકેશ અગ્રવાલ પણ સાથે હાજર રહ્યાનું જાણવા મળે છે.

સુચવેલા સમાચાર