આઠ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ પતિને પરત લાવોઃહાઈકોર્ટમાં પત્નીની અરજી

Jan 25, 2017 08:08 PM IST | Updated on: Jan 25, 2017 08:08 PM IST

અમદાવાદઃવર્ષ 2008થી પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર કાળુભાઈની પત્ની ગીતા બહેને હાઈકોર્ટમાં અરજી કરી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે કેન્દ્રીય વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, રાજ્ય સરકાર અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને નોટિસ ફટકારી છે.આ કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદાર ગીતાબહેનના વકીલની રજૂઆત હતી કે તેનો પતિ પાકિસ્તાનની જેલમાં છેલ્લા આઠ વર્ષથી સબડે છે અને તેને ભારત પરત લાવવામાં આવે.તેનો પતિ એક માછીમાર છે એ કોઈ આતંકવાદી નથી. જો સરકાર લાવી ન શકે તો તેને પાકિસ્તાન જવાની મંજૂરી આપો.વર્ષ 2008માં માછીમાર કાળુભાઈ ગોહિલ અરબ સાગરમાં માછીમારી કરતી વખતે લાપતા થયો હતો. ત્યાર બાદ તેને મૃત માનવામાં આવ્યો હતો.

આઠ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ પતિને પરત લાવોઃહાઈકોર્ટમાં પત્નીની અરજી

જો કે, થોડા વર્ષો પહેલા, ગીર સોમનાથના કેટલાંક માછીમારો જે પાકિસ્તાનની જેલમાંથી પરત આવ્યા તેમણે જણાવ્યુ હતુ કે,  કાળુભાઈ પાકિસ્તાનની જેલમાં જીવિત છે.લાપતા થયા બાદ કાળુભાઈ પાકિસ્તાન મરીન પોલીસના હાથે આવી ગયો હતો.આ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અઢી વર્ષથી વિનંતી કરીએ છીએ પરંતુ કોઈ પગલા લેવાતા નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર