ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમાં ફાર્મસીમાં પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવા સામે અરજી

May 31, 2017 08:32 PM IST | Updated on: May 31, 2017 08:32 PM IST

ડિગ્રી ઈજનેરી અને ડિપ્લોમા ફાર્મસીમાં પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવાના મુદ્દા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે, ભૂતકાળમાં હાઈકોર્ટે પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવાની પદ્ધતિને ગેરકાયદેસર ઠેરવેલી છે.તેમ છતાંય રાજ્ય સરકાર પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવાનુ કેમ નક્કી કર્યુ છે.આ કેસની વધુ સુનાવણી 7 જૂનના હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, પર્સન્ટાઈલથી બે બોર્ડના મેરિટ બની શકે નહીં.પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવાની પદ્ધતિ જ ખોટી છે.આ પદ્ધતિના લીધે મેરિટ વાળા વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.ભૂતકાળમાં હાઈકોર્ટે પર્સન્ટાઈલના આધારે પ્રવેશની પદ્ધતિને ગેરકાયદેસર ઠેરવેલી છે.રાજ્ય સરકારે પહેલાં ગુજસેટને રદ કરીને જેઈઈની પરીક્ષાના માન્ય ગણી હતી, આ પછી ચાલુ વર્ષે જેઈઈને ગેરમાન્ય ઠેરવીને ગુજસેટને માન્ય ગણી છે...જે દર્શાવે છે કે, રાજ્ય સરકારનુ વલણ અસ્પષ્ટ છે.

ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમાં ફાર્મસીમાં પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવા સામે અરજી

બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે, પર્સન્ટાઈલના આધારે પ્રવેશ આપવા અંગેનુ નોટિફિકેશન નવેમ્બર-2016માં બહાર પાડ્યુ હતુ.અરજદારે અરજી કરવામાં વિલંબ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર