સીએમના મુલ્યાકનમાં ધો.5ના છાત્રોને વાચતા-લખતા પણ ન આવડ્યુ

Jan 17, 2017 07:22 PM IST | Updated on: Jan 17, 2017 07:22 PM IST

સુરતઃ સમગ્ર રાજયમાં હાલ ગુણોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ગુણોત્સવના કાર્યક્રમમાં ભાગ લેવા બારડોલીના આફવા ગામે આવી પહોંચ્યા હતા. જ્યા તેઓએ પ્રાથમિક વિભાગના તમામ ધોરણોની મુલાકાત લીધી હતી. વિધાર્થીઓને વાંચતા, લખતા, ગુણાકાર, બાદબાકી તેમજ સરવાળા આવડે છે કે કેમ તે અંગે તમામ વિધાર્થીઓનું મુલ્યાકંન કર્યુ હતુ. મુલ્યાકંન દરમિયાન ધોરણ પાંચમા મોટાભાગના વિધાર્થીઓને બરાબર વાંચતા, લખતા આવડયુ ન હતુ  તથા ગુણાકાર, બાદબાકીના દાખલા પણ આવડયા ન હતા. જેને લઇને સીએમ વિજય રુપાણીએ આ અંગે કલાસના શિક્ષકને ટકોર પણ કરી હતી.

cm mulakan bardoli

સીએમના મુલ્યાકનમાં ધો.5ના છાત્રોને વાચતા-લખતા પણ ન આવડ્યુ

બાળક સાથે બાળક બની તેમની સાથે ભોજન લીધુ

મુખ્યમંત્રી વિજય રુપાણી સુરતના મહેમાન બન્યા હતા. સુરતના બારડોલી તાલુકાના આફવા ગામની પ્રાથમિક શાળાના ગુણોત્સવના કાર્યક્રમમાં સીએમ વિજય રુપાણી આવી પહોંચ્યા હતા. જ્યા તેઓએ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓનું મુલ્યાકન કર્યુ હતુ. લગભગ સાડા ચાર કલાક સુધી આ તમામ કલાસનું મુલ્યાકન વિજય રુપાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેઓએ બાળકો સાથે નીચે બેસીને ભોજન આરોગ્યુ હતુ. બાળક સાથે બાળક બની તેમની સાથે ભોજન લેતા લેતા વાતચીત પણ કરી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર