અમેરિકા પાકિસ્તાનને પંપાળવાનું બંધ કરે: વ્હાઇટ હાઉસને સોંપાયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Feb 07, 2017 04:39 PM IST | Updated on: Feb 07, 2017 04:39 PM IST

નવી દિલ્હી #દાયકાઓ સુધી પાકિસ્તાનને પોષનારા અમેરિકાની જાણે હવે આંખો ખુલી છે. અમેરિકન થિંક ટેન્ક દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે. વ્હાઇટ હાઉસને સોંપાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકાએ હાલના સંજોગો જોતાં હવે પાકિસ્તાનને પંપાળવાનું બંધ કરવું જોઇએ. પાકિસ્તાનને કરાતી મદદનો ખોટી રીતે ફાયદો ઉઠાવાય છે. જો આમ ચાલતું રહ્યું તો એના ઘાતક પરિણામો આવી શકે એમ છે.

અમેરિકાની થિંક ટેન્કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, એમણે પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઇએ. વ્હાઇટ હાઉસને સોંપાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકાએ દાયકાઓ સુધી પાકિસ્તાની સેનાને મજબૂત કરવાનો સહયોગ આપ્યો છે. પરંતુ પાકિસ્તાનનો એક વર્ગ એનો ઉપયોગ કરીને કાશ્મીર કબ્જે કરવા ઇચ્છે છે.

અમેરિકા પાકિસ્તાનને પંપાળવાનું બંધ કરે: વ્હાઇટ હાઉસને સોંપાયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

રિપોર્ટ અનુસાર અમેરિકાએ એ જોવું જોઇએ કે પાકિસ્તાનની નીતિઓ અને બીજા દેશો પ્રતિનો દ્રષ્ટિકોણ કઇ તરફ છે. એમાં કહેવાયું છે કે, અમેરિકા પાક સેનાને મદદ કરીને કે સહયોગ કરીને એનુ વલણ બદલાશે એવી આશા છોડી દે. આ એક કડવું સત્ય છે કે પાકિસ્તાન આ પ્રકારની મદદને કારણે પોતાની નીતિઓ ક્યારેય નહીં બદલે.

આ રિપોર્ટનું નામ એ ન્યૂ યૂએસ એપ્રોચ ટૂ પાકિસ્તાન: ઇનફોર્સિગ એન્ડ કન્ડીશન્સ વિધાઉટ કટિંગ ટાઇજ રખાયું છે. આ રિપોર્ટ હૂસૈન હક્કાની દ્વારા તૈયાર કરાયો છે જે દક્ષિણ અને મધ્ય એશિયાના નિર્દેશક છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકાને ભારત પાકિસ્તાન વિવાદમાં પડવું ન જોઇએ. ભારતમાં હુમલો કરનાર આતંકવાદી સંગઠનોને સમર્થન આપનાર પાકિસ્તાનને કૂટનીતિક સ્તર પર અલગ થલગ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. અમેરિકાએ આ બંને દેશોને વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

રિપોર્ટ તૈયાર કરનારાઓના મતે પાકિસ્તાન સામે ગાળીયો મજબૂત કરવાનો મતલબ એ નથી કે અમેરિકા એની સાથે તમામ સંબંધોનો ખાતમો બોલાવે. આ આતંકી વિરોધી લડાઇ પર અસર કરશે. પાકિસ્તાની સરજમીનથી ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવધિઓ સંચાલિત થાય છે.

રિપોર્ટમાં ચેતાવણી આપવામાં આવી છે કે, જો પાકિસ્તાનની સરજમીનથી ભારત સામે કોઇ આતંકવાદી હુમલો થાય છે તો આ લડાઇ ઘાતક બની શકે છે. કારણ કે બંને દેશો પાસે પરમાણું હથિયારો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર