51 પાટીદારો મુંડન કરાવી ન્યાય માટે કાઢશું યાત્રાઃહાર્દિક પટેલ

May 18, 2017 07:57 AM IST | Updated on: May 18, 2017 07:57 AM IST

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે કહ્યુ હતું કે'પૈસા આપી અમારા કન્વિનર તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ન્યાય માટે 51 પાટીદારો મુંડન કરાવી અને યાત્રા કાઢીશું. આ યાત્રા 50 ગામોમાં ફરશે.આયોગ કોઈપણ નામે ચાલશે. નોધનીય છે કે,કાર્યક્રમો 21મી તારીખ સુધી ચાલવાના છે તેના બીજા જ દિવસે 22મીએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આદોલનના આગામી કાર્યક્રમોની માહીતી આપતા કહ્યું હતું કે,20મીએ બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે અધિકાર સભા અને 21મીએ અમે ભાવનગરમાં ભાવેણાની સિંહગર્જના યાત્રા કાઢીશું. આ કાર્યક્રમમાં અમે અંદાજીત 40થી 50 જેટલા લોકો ભેગા થશે. ઉપરાંત હું અને મારા સહિત 51 પાટીદારો મુંડન કરાવશે. મુંડન કરવાનું કારણ સરકારનો વિરોધ કરીશું.

51 પાટીદારો મુંડન કરાવી ન્યાય માટે કાઢશું યાત્રાઃહાર્દિક પટેલ

સરકારની ઉદાસીનતાનો વિરોધ, પંકજ પટેલ મર્ડર કેસનો વિરોધ, માંડવીકાંડ અને તે તમામ કેસોમાં કામગીરીની ઉદાસીનતાને લઇ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત  કરીશું.

સરકાર માત્ર ચા પીવડાવવા જ બોલાવે છેઃહાર્દિક પટેલ

હાર્દિક પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મળવા બોલાવી સરકાર સાથે વાત કરવા અંગે કહ્યું કે, સરકાર વારંવાર માત્ર ચા પીવા જ બોલાવે છે, એકની એક વાતે કોણીએ ગોળ લગાવાય છે કે, પાટીદાર આયોગ બનાવીશું આમ કરીશું તેમ કરીશું પણ માત્ર વાત કરે છે આયોગમાં શું? તેની ચોખવટ કરાતી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર