સ્થાપના દિવસે જ ગુજરાતને મળ્યુ અનમોલ રતન,ફરીદા મીર પણ બની ગઇ પ્રશંસક

May 01, 2017 03:32 PM IST | Updated on: May 01, 2017 04:30 PM IST

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતને આજે એક એવું અનમોલ રતન મળ્યુ છે કે તેનો સ્વરમાં ગવાયેલા ગીતના સૌ કોઇ ચાહક બની જાય છે.અનમોલ રતન જેના અવાજમાં મોરલીની મીઠાશ છે.અનમોલના અવાજને આજે ઇટીવીનો સાથ મળ્યો છે ત્યારે તેનો કોકીલો અવાજ સાંભળીને જાણીતા ગાયક કલાકાર ફરીદા મીરે પણ યુવાનને તક આપવા પોતે આગળ આવશે તેમ કહ્યું છે.

આ અનમોલ રતનને મળવા માટે જાણીતા કલાકારો પણ પહોચ્યા હતા અને તેની પ્રશંસા કરી હતી. અનમોલ રતનનો આજથી સંગીતની દુનિયામાં નવો જન્મ દિવસ ઉજવી આગળ ગુજરાત અને સંગીતક્ષેત્રે નામના મેળવે તે માટે જાણીતા કલાકારે પણ આશા વ્યક્ત કરી હતી.

1 મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડીને સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. આજે ગુજરાતને સંગીત ક્ષેત્રે એક અનમોલ ભેટ મળી છે. અનમોલના રૂપમાં મળેલા આ રતન સોશિયલ મીડિયા પર લોકપ્રીય બન્યો છે.

ત્યારે આજે સ્થાપના દિવસે જ આ અનમોલ રતનને અમે શોધી દરેક ગુજરાતીઓ સુધી તેનો સુરિલો અવાજ પહોચાડ્યો હતો.આ અનમોલ રતનને મળવા માટે અમારા ગૃપની ન્યુઝ ચેલન ઇટીવીના સ્ટુડીયો પર જાણીતા ગાયક કલાકાર ફરીદા મીર પણ પહોચ્યા હતા. અને અનમોલ રતનને ચોથો ભાઇ માને તેના સુરીલા કંઠની સરાહના કરી હતી.તેમજ આગામી સમયમાં વધુ પ્રગતી કરે તેવી પ્રાર્થના પણ ફરીદા મીરે અનમોલ રતન માટે કરી હતી.

સુચવેલા સમાચાર