રાજપીપળા-અંકલેશ્વર ટ્રેન ઉથલાવવાનું કાવતરું,પાટાની 80 પેડલ ક્લીપ ખોલી નખાઈ

Mar 21, 2017 06:58 PM IST | Updated on: Mar 21, 2017 06:58 PM IST

નર્મદા જિલ્લામાં રાજપીપળા-અંકલેશ્વર ટ્રેન ઉથલાવવાનું કાવતરું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.આમલેથા ગામ પાસે પાટાની 80 પેડલ ક્લીપ ખોલી નખાઈ હતી.ગેંગમેનની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.અજાણ્યા ઈસમોએ ક્લીપો કાઢી નાખી હોવાની આશંકા છે.રેલવે અને SOG પોલીસ ઘટનાસ્થળે પહોચી છે.

રાજપીપલા અંકલેશ્વર બ્રોડગેજ લાઇન પર આમલેથા અને કુમસગામ વચ્ચે રેલવે લાઇન પર આવેલ 80 જેટલી પેડલ ક્લીપો કાઢી નંખાઈ હતી.આ પેડલ કલીપ ને કારણે પાટા જમીન સાથે અને એકમેક સાથે જોડાયેલા રહે છે.ટ્રેઈન પસાર થતા પહેલા જ ગેંગમેન ના ધ્યાને વાત આવતા જ તાત્કાલિક આમલેથા પોલીસ ને જાણ કરાતા રેલ વિભાગ ને જાણ કરતા તાત્કાલિક  સમારકામ હાથ ધર્યું હતું .

રાજપીપળા-અંકલેશ્વર ટ્રેન ઉથલાવવાનું કાવતરું,પાટાની 80 પેડલ ક્લીપ ખોલી નખાઈ

નોધનીય છે કે, તાજેતરમાં જ દેશમાં ટ્રેનો અને મુસાફરોને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. આતંકીઓ પણ હવે ટ્રેનોને ઉથલાવવાના કાવતરા કરી મોટી જાનહાનીની ફિરાકમાં હોવાના ખુલાસા અગાઉ ગુપ્તચર એજન્સીઓ દ્વારા થઇ ચુક્યા છે. ત્યારે હવે આ પ્રકારે ટ્રેનને ટારગેટ કરવા ગુજરાતની ધરતીનો ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ તેને લઇ પણ પોલીસ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર