અંકલેશ્વરઃલગ્નમાં નાચવા બાબતે અથડામણ,25વાહનોમાં તોડફોડ

Jan 22, 2017 05:14 PM IST | Updated on: Jan 22, 2017 05:14 PM IST

અંકલેશ્વરઃઅંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ડી.જે.માં નાચવા બાબતે એક જ કોમના બે ટોળા વચ્ચે થયેલ માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ૨૦થી વધુ વાહનોમાં તોડફોડ કરતા વાતાવરણ ગરમાયું હતું.મોડી રાત્રે થયેલ બબાલમાં ૫ વ્યક્તિને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ડી.જે.માં નાચવા બાબતે ભારે બબાલ થઇ હતી. જેમાં એક જ કોમના બે ટોળા સામસામે આવી ગયા હતા.અંકલેશ્વરના તાડફળિયામાં રહેતો વિજય વસાવા તેના ચાર મિત્રો સાથે ભાટવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાં ડી.જે.માં નાચવા બાબતે મેહુલ વસાવા અને ભરત વસાવા સાથે તેનો ઝઘડો થયો હતો. જે તે સમયે ઝઘડો પૂર્ણ થયા બાદ વિજય અને તેના મિત્રો તેઓના ઘરે તાડફળિયામાં આવી ગયા હતા.

અંકલેશ્વરઃલગ્નમાં નાચવા બાબતે અથડામણ,25વાહનોમાં તોડફોડ

પરંતુ ઝઘડાની રીસ રાખી મેહુલ વસાવા અને અન્ય ૨૫થી વધુના ટોળાએ તાડ ફળિયામાં આવી ૨૦થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી અને પાંચથી વધુ વ્યક્તિને માર મારી ઈજા પહોચાડતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ૬ આરોપીઓ અને ૨૫ લોકોના ટોળા સામે રાયોટીંગ અંગેનો ગુન્હો નોધી તપાસ શરુ કરી છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર