આણંદ જિલ્લા માં માધ્યમિક - ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં ૧૧૯ શિક્ષકોની અછત

Jun 06, 2017 09:59 AM IST | Updated on: Jun 06, 2017 09:59 AM IST

આણંદ શહેર અને જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૧૧૯ જેટલા શિક્ષકોની અછત હોવાની વિગત પ્રકાશમાં આવી છે.માધ્યમિક શાળાાઓમાં ૬૪ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પપ શિક્ષકોની લાબા સમયથી ઘટ વર્તાઈ રહી છે.શિક્ષકોની ઘટના કારણે જીલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહયું હોવાનો આક્ષેપ જાગૃત વાલીઓ ધ્વારા કરાયો છે.

સમગ્ર જીલ્લામાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ભરવા માટે શિક્ષણ વિભાગ ધ્વારા છેલ્લા બે વર્ષમાં જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ત્રણ-તબક્રકામાં ઓનલાઈન ભરતી પ્રકિયા યોજાઈ હતી.ત્રણ તબકકાની યોજાયેલ ભરતી પ્રક્રિયા દરમિયાન માધ્યમિક શાળાઓમાં ૧૦૧ શિક્ષકોની અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર૦૯ શિક્ષકો સહિત કુલ ૩૧૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી

આણંદ જિલ્લા માં માધ્યમિક - ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં ૧૧૯ શિક્ષકોની અછત

જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની સતત અછતના લીધે જે તે વિષયનો અભ્યાસક્રમ પૂરો થતો નથી. જેની સીધી અસરથી છાત્રો બોર્ડની પરીક્ષામાં દેખાવ કરી શકતા નથી. સરવાળે બોર્ડની પરીક્ષામાં પરીણામ કંગાળ આવે છે. તાજેતરમાં બોર્ડના જાહેર થયેલ પરિણામ મુજબ આણંદ જીલ્લામાં ધો.૧૦નું ૬૧.પ૧ ટકા અને ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૪૯.ર૮ ટકા જેટલું કગાળ પરિણામ આવ્યું છે. બીજી તરફ ગુણોત્સવ અને પ્રવેશોત્સવના ઉત્સવોની ભરમાર વચ્ચે શિક્ષણક્ષેત્રની પાયાની, મૂળભૂત જરૃરીયાતો પૂર્ણ કરવામા આવતી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આણંદ જીલ્લામાં રર૪ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાંટેડ શાળાઓ આવેલી છે.શિક્ષણ વિભાગ ધ્વારા ડિસેમ્બર-ર૦૧૬, જાન્યુઆરી-ર૦૧૭ અને મે-ર૦૧૭ એમ કુલ ત્રણ તબક્કાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માધ્યમિક શાળાઓમાં ૧૦૧ અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં ર૦૯ જેટલા.શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.આજની તારીખે પણ જીલ્લામાં ૧૧૯ જેટલા શિક્ષકોની ઘટ પ્રર્વતી રહી છે.

2017માં ત્રીજા તબક્કાની ભરતી પ્રક્રીયામાં માધ્યમિકમાં ૧૮ અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૮ શિક્ષકોની પસંદગી થઈ હતી ત્રીજા તબક્કાના આ શિક્ષકોને હજુ સુધી ભલામણ પત્ર અપાયો નથી. શાળાઓમાં શિક્ષકોની અછત અને તેના લીધે અભ્યાસ ક્રમ પૂર્ણ થતા ન હોવા સાથે વિર્ધાથીઓને ગુણવત્તાયુકત શિક્ષણ મળતું નથી .

સુચવેલા સમાચાર