આણંદઃIOCની પાઈપમાંથી ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ

May 14, 2017 01:42 PM IST | Updated on: May 14, 2017 02:58 PM IST

આણંદ નજીક ગાના મેઘવા  રોડ નજીકથી પસાર થતી ONGC અને IOCની પાઈપમાં ભંગાણ  પાડીને વાલ્વમાંથી ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે . અમદાવાદની આરઆરસેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં  ચોરી માટેના બે વાલ્વ મળી આવ્યા હતા. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર સખ્શોની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

and oil chori

આણંદઃIOCની પાઈપમાંથી ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ

બાતમીના આધારે આર આર સેલ ના અધિકારીઓ એ સ્થાનિક પોલીસ ની મદદ લઇ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ચાર લોકો ઓઈલ ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.પકડાયેલા ચાર આરોપીઓ અગાઉ પણ ઓઈલ ચોરી કરવાના ગુનામાં જેલ ની હવા ખાઈ આવ્યા છે અને બળવંત સિંહ નામનો આરોપી હજી ૧૫ દિવસ પહેલા જ ભરૂચમાંથી ઓઈલ ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ આવ્યો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર