6 લાખ પશુપાલકોને થશે ફાયદોઃઅમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો

Feb 04, 2017 06:14 PM IST | Updated on: Feb 04, 2017 06:14 PM IST

આણંદઃઅમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો છે.પહેલાં 600 રૂપિયા ખરીદ ભાવ હતો જે 610 થશે.ત્રણ મહિનામાં રૂપિયા 40નો વધારો કરાયો છે.આગામી 11મીથી ભાવ વધારો લાગુ કરાશે. જેનો 6 લાખ પશુપાલકોને ફાયદો થશે.

નોટબંધી બાદ દૂધના નાણા મેળવવા માં તકલીફ અનુભવતા પશુપાલકો માટે અચ્છે દિન આવ્યા છે.રાજ્ય ની દૂધ ડેરીઓના માર્કેટિંગની જવાબદારી નિભાવતા આણંદ સ્થિત ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની પીસીએમ ની બેઠક માં દૂધ ના ખરીદ ભાવમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. જેના પગલે આજે અમુલ દ્વારા પ્રતિકિલો ફેટ રૂપિયા 10 ના વધારાની જાહેરાત અમુલના ચેરમેન રામસિંહ પરમારે કરી છે.

6 લાખ પશુપાલકોને થશે ફાયદોઃઅમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો

ખરીદ ભાવમાં આગામી 11 મીથી વધારો અમલી બનશે હાલ પ્રતિકિલો ફેટ 600 રૂપિયા ચૂકવવામાં આવે છે. જે આગામી 11 મીથી 610 રૂપિયા થશે. જેને લઇ આણંદ ખેડા જિલ્લા ના 6લાખ પશુપાલકો ને ફાયદો થશે સાથે સાથે આગામી દિવસોમાં અમુલ દ્વારા અંતરિયાળ ગામોમાં માઈક્રો એટીએમ સ્થાપી પશુપાલકો ને નાણા સરળતાથી મળી રહે તેવું પણ આયોજન હાથ ધરાયુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર