અમરેલીઃરાજુલા પંથકના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ

May 17, 2017 02:54 PM IST | Updated on: May 17, 2017 02:54 PM IST

અમરેલીના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાયુ છે.રાજુલા તાલુકાના અનેક ગામોમાં માવઠુ વરસ્યુ છે. રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. રાજુલાના ધારેશ્વર,માંડરડી,દીપડીયા સહિતના ગામોમાં કમોસમી ઝાપટુ પડ્યું છે. વહેલા ચોમાસાની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં અત્યારે જ માવઠું વરસ્યુ છે ત્યારે આગામી સમયમાં ખેડૂતો પણ ખેતીને અનુરૂપ ચોમાસુ રહે તેવી આશા સેવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર