અમદાવાદઃઆમ્રપાલી ટાવર પરથી છલાંગ લગાવી યુવતિનો આપઘાત

Feb 20, 2017 05:13 PM IST | Updated on: Feb 20, 2017 06:53 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં આજે બહુમાળી ભવન પરથી છલાંગ મારી 22 વર્ષીય યુવતીના આપઘાતને લઇ ચકચાર મચી ગઇ છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.22 વર્ષીય યુવતિએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.મૃતકનું નામ જાનકી રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે.

amd aapgat

પાલડીના આમ્રપાલી ટાવર પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો છે.પાલડી જેવા વિસ્તારમાં યુવતીના આપઘાતથી ચકચાર મચી છે. તેના માતા-પિતાની પણ પુછપરછ હાથ ધરાશે અને આપઘાતનું કારણ જાણવા પોલીસ કામે લાગી છે.યુવતી આમ્રપાલી ટાવરમાં આવતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયેલા છે.એક ઘરમાં કામકાજ અર્થે છેલ્લા ઘણા સમયથી યુવતી આવતી હતી.

સુચવેલા સમાચાર