અમિત શાહનો સૌથી મોટો LIVE ઇન્ટરવ્યું, જુવો અહી રાત્રે 9 કલાકે

Jan 29, 2017 07:56 PM IST | Updated on: Jan 29, 2017 07:56 PM IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ના ગૃપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુંમાં યુપી સહિત પાંચ પ્રદેશોમાં થઇ રહેલા વિધાનસભા ચુંટણી પર ખુલીને વાતચીત કરશે. આ ઇન્ટરવ્યું ઇટીવીની ચેનલો પર રાત્રે 8 કલાકે પ્રસારિત થશે. જ્યારે ઇટીવી ન્યુઝ ગુજરાતી પર આજે રાત્રે 9 કલાકે પ્રસારિત કરાશે.

આ ઇન્ટરવ્યુંમાં અમિત શાહએ યૂપી સહિત પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ચુંટણીમાં બીજેપીની રણનીતિ,નોટબંધીની ચુંટણી પર અસર, અનામત પર બીજેપીનો પક્ષ અને રાજનીતિક ભવિષ્ય જેવા મુદ્દા પર ચર્ચા કરશે.

અમિત શાહનો સૌથી મોટો LIVE ઇન્ટરવ્યું, જુવો અહી રાત્રે 9 કલાકે

આ ઇન્ટરવ્યુમાં અમિત શાહએ પોતાની ચુંટણીની રણનીતિનો પણ ખુલ્સો કર્યો છે. તેમણે બતાવ્યુ કે પ્રતિસ્પર્ધી દળો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને કયા મુદ્દાઓ પર ઘેરશે.

બીજેપી વર્તમાન અખિલેશ યાદવની સરકાર પર ગુંડા રાજ હોવાનો આરોપ લગાવી રહી છે. આવામાં તેમની પાસે ગુંડા રાજ ખતમ કરવાનો કયો પ્લાન છે.

શાહએ આ પણ જણાવ્યું કે સીએમ અખિલેશના વિકાસના દાવાની સાચી વાત જનતા સમક્ષ અમે ખુલ્લી પાડીશું. સાથે જ તેમની પાર્ટી પાસે ઉત્તર પ્રદેશને દેશના સમુદ્ધ રાજ્યોની શ્રેણીમાં લાવી ઉત્તમ પ્રદેશ બનાવવાની યોજના છે. તે રાજ્યના સૌથી પછાત પશ્વિમી હિસ્સાનો વિકાસ કેવી રીતે કરશે જેવા તમામ સવાલો પર અમિત શાહએ બેબાકીથી પોતાની રાય જણાવી હતી.

ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે સાત તબક્કામાં મતદાન થશે. યુપી વિધાનસભામાં કુલ 403 સીટો છે. 2012માં વિધાનસભામાં સમાજવાદી પાર્ટીએ 224 સીટ જીતીને બહુમતીથી સરકાર બનાવી હતી. ગત ચુંટણીમાં બસપાને 80, બીજેપીને 47, કોંગ્રેસને 28, રાલોદને 9 અને અન્યને 24 સીટો મળી હતી.

સુચવેલા સમાચાર