મહારાષ્ટ્રના નારાજ કોંગી નેતાની અમિત શાહ સાથે બેઠક બાદ અટકળો

Apr 13, 2017 03:05 PM IST | Updated on: Apr 13, 2017 04:20 PM IST

અમદાવાદઃમહારાષ્ટ્ર કોંગીના ધૂરંધર નેતા નારાયણ રાણે ભાજપમાં જઈ શકે છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં અમિત શાહ સાથે બેઠક યોજાઇ હોવાના અહેવાલ બિન સત્તાવાર રીતે મળી રહ્યા છે.

અમિત શાહ સાથે નારાયણ રાણે અને નીતિશ રાણેની બેઠક યોજાઇ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મધ્યસ્થી બન્યા છે.છેલ્લા લાંબા સમયથી નારાયણ રાણે કોંગ્રેસથી નારાજ છે. નારાયણ રાણે અને નીતિશ રાણે ગત રાત્રે ચાર્ટર ફ્લાઈટમાં આવ્યા હતા. રાણે પિતા-પુત્ર બાદ ફડણવીસનું પણ અમદાવાદમાં આગમન થયું હતું.

અમિત શાહ સાથે ગૂપચૂપ મુલાકાત યોજાઈ ગઈ છે. અમિત શાહ સાથેની મંત્રણા સફળ થઈ હોવાના સંકેત પણ છે. નારાયણ રાણે એક-બે દિવસમાં જ ધડાકો કરે તેવી શક્યતા છે.અમિત શાહ સાથે બેઠક યોજાયાનો ભાજપે ઈન્કાર કર્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે નારાયણ રાણે સાથે અમિત શાહની કોઈ બેઠક યોજાઈ નથી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર