ભાજપના ચાણક્ય અમિત શાહ પહોચ્યા અમદાવાદ, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Mar 29, 2017 03:16 PM IST | Updated on: Mar 29, 2017 06:02 PM IST

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચુંટણી જીતવા માટે રણનિતિમાં માહેર અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર બપોરે 3 કલાકે આવી પહોચ્યા હતા. ત્યારે તેમનું ભાજપના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું  છે. તેઓ અહીથી વિજય વિશ્વાસ સંમેલનમાં પહોચી અને કાર્યકર્તાઓને સંબોધન કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એરપોર્ટ પર પહોચતા CM રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલે,વી. સતીષ, પ્રધાન નાનુ વાનાણી, ઋત્વિજ પટેલે ,ભાજપ નેતા-આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું છે. માનવ સાંકળ રચી સ્વાગત કર્યું છે. અમદાવાદ રિવરફન્ટ પર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું છે.

નોધનીય છે કે યુપીમાં ભાજપને મળેલી મોટી જીત પછી હવે ભાજપની આગામી રણનીતી ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં જીત મેળવવાની છે. ત્યારે અમિત શાહનું આજે ગુજરાતમાં આગમન એ ચુંટણીની તૈયારીની રણનિતિ મનાઇ રહી છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર