એએમસીના ઓડિરોટીયમ હોલનું વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

Feb 06, 2017 01:49 PM IST | Updated on: Feb 06, 2017 01:49 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત ઓડિટોરીયલ હોલનું ઉદ્દઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું. નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં રૂપિયા 36 કરોડના ખર્ચે અતિ આધુનિક ઓડિટોરીયલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ એક હજાર બેઠક વ્યવસ્થાવાળો કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ હોલ બની રહેશે.

એએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓડિટોરીયલ હોલ માટે સાંસદ લાલકૃષ્ણ અડવાણી દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી..ઉદ્દઘાટન પ્રસંગ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે, ઓડિટોરીયમ હોલનું ભાડું ઓછુ રાખવા ટકોર કરી હતી. જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમર્થન આપ્યુ હતું અને તંત્રનું સુચન કર્યુ હતું કે ઓડિટોરીયમનો ઉપયોગ સામાન્ય માણસ પણ કરી શકે તેવા ભાડા રાખવામાં આવે.

એએમસીના ઓડિરોટીયમ હોલનું વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

આ પ્રસંગે મેયર ગૌતમ શાહ, ઔડા ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણભાઇ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ કાર્યક્રમમાં ખાસ સુચક હાજરી આપી હતી.

સુચવેલા સમાચાર