એએમસીનું 15-16 ફેબ્રુઆરી મળશે બજેટ સત્ર,કાર્યકારી અધ્યક્ષ માટે ભાજપ પાસે કોઇ ઉમેદવાર નહીં

Feb 14, 2017 08:09 PM IST | Updated on: Feb 14, 2017 08:09 PM IST

અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવતી કાલથી(15-16 ફેબ્રુઆરી) બે દિવસીય બજેટ સત્ર મળશે. પરંતુ બજેટ સત્ર પહેલા સત્તા પક્ષ ભાજપમાં ખેંચતાણ વધી રહી છે. ભાજપના બે જૂથો વચ્ચેનું અંતર વધી રહ્યુ છે. બજેટ સત્રના કાર્યકારી અધ્યક્ષ માટે કોણ દાવેદારી નોંધાવશે તે અંગે સત્તા પક્ષ ભાજપ હજુ કોઇ નામ નક્કી કરી શક્યુ નથી.

ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતરિયાના ઘરે પ્રસંગ હોવાથી તેઓ બજેટ બેઠકમાં ગેરહાજર રહેવાના છે. જેથી કોર્પોરેશનની બજેટ બેઠક માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવાનો પ્રસ્તાવ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ બે દિવસીયના બજેટ બેઠકના કાર્યકારી અધ્યક્ષ માટે ભાજપમાંથી કોઇ પણ કોર્પોરેટર દાવેદારી નોંધાવી રહ્યા નથી. તેમજ પાર્ટીમાં રહેલો જૂથ વાદ સપાટી  પર આવી ગયો છે.

એએમસીનું 15-16 ફેબ્રુઆરી મળશે બજેટ સત્ર,કાર્યકારી અધ્યક્ષ માટે ભાજપ પાસે કોઇ ઉમેદવાર નહીં

કાયદા અનુસાર જ્યારે ડેપ્યુટી મેયર બોર્ડ બેઠકમાં ન હોય ત્યારે બીજા અન્ય કાઉન્સિલરને કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટણી કરવામાં આવે છે. આ કાર્યકારી અધ્યક્ષનું કામ તે હોય છે. જ્યારે મેયર તરીકે રહેલા અધ્યક્ષ સભામાંથી બહાર જાય તેવા સમયમાં કાર્યકારી અધ્યક્ષે બજેટ બેઠકની કાર્યવાહી ચલાવાની સત્તા આપવામાં આવતી હોય છે. પંરતુ ભાજપમાં ખજાને ખોટ પડી હોય તેમ કોઇ પણ દાવેદાર પાર્ટીને હાલ મળી રહ્યા નથી.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર