AMC સ્કૂલ બોર્ડ વર્ષ 2017-18નું બજેટ રજૂ,5 નવી અંગ્રેજી માધ્યમની શાળાનું નિર્માણ કરાશે

Jan 19, 2017 07:02 PM IST | Updated on: Jan 19, 2017 07:02 PM IST

અમદાવાદઃમ્યુનિસિપલ સ્કુલ બોર્ડ વર્ષ 2017-18 નું 660 કરોડનું ચેરમેન દ્વારા બજેટ રજુ કરાયુ છે. જે ગત વર્ષે 646 કરોડનુ હતુ. જેમાં 14 કરોડનો વધારો કરવામા આવ્યો છે. આ વર્ષે 5 નવી અંગ્રેજી માધ્યમની તથા 7 ગુજરાતી માધ્યમની નવી શાળાનું નિર્માણ કરાશે. કુલ 7 કરોડના ખર્ચે  આ શાળાઓ તૈયાર થશે.

આ વર્ષે સ્કુલ બોર્ડની નવી બિલ્ડીંગનુ પણ નિર્માણ કરવામા આવનાર છે.નવા સ્કુલ બોર્ડ ના બિલ્ડીંગ માટે વધુ 7 કરોડ ખર્ચવામાં આવશે. સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ અને  ડિજિટીલાઇઝેશન, સ્વચ્છતા વર્ષ ની ઉજવણી શિક્ષકોને આઇવીઆરએસની તાલીમ માટે  પણ અલાયદો ખર્ચ કરાશે તેવી જાહેરાત કરાઈ છે.. ઉપરાંત શાળા અને વિદ્યાર્થીના વિકાસ માટે 31 કરોડ 17 લાખનો ખર્ચ કરવામાં આવશે તેવુ પણ જણાવાયુ છે.

AMC સ્કૂલ બોર્ડ વર્ષ 2017-18નું બજેટ રજૂ,5 નવી અંગ્રેજી માધ્યમની શાળાનું નિર્માણ કરાશે

જો કે સ્કુલ બોર્ડના સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો.જણાવ્યુ હતુ કે હાલ મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા સંચાલીત 455 શાળાઓમાં 6 માધ્યમમાં 1 લાખ 31 હજાર 423 જેટલા વિધાર્થીઓ ભણે છે અને તેમને 3620 જેટલા શિક્ષકો ભણાવે છે અને તેમાં વિધાર્થીઓનો ડ્રોપઆઉટ રેસીયો ઘણો વધી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ વર્ષ 2017-18નું બજેટ રજૂ

ચેરમેન દ્વારા 660 કરોડનું બજેટ રજૂ

5 નવી અંગ્રેજી માધ્યમની શાળાનું નિર્માણ કરાશે

7 ગુજરાતી માધ્યમની શાળાનું નિર્માણ કરાશે

કુલ 7 કરોડના ખર્ચે તૈયાર થશે શાળાઓ

નવા સ્કૂલ બોર્ડના બિલ્ડીંગ માટે વધુ 7 કરોડ ખર્ચાશે

સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ ડિઝિટલાઇઝેશન સ્વચ્છતા વર્ષની ઉજવણી

શિક્ષકોને IVRSની તાલીમ માટે થશે અલાયદો ખર્ચ

શાળા-વિદ્યાર્થીના વિકાસ માટે 31 કરોડ 17 લાખનો ખર્ચ કરાશે

 

સુચવેલા સમાચાર