અમદાવાદ ઝડપાયું વધુ એક કોલ સેન્ટર,વિદેશી નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા

Mar 23, 2017 10:20 AM IST | Updated on: Mar 23, 2017 02:22 PM IST

અમદાવાદઃશહેરમાં ચલાવાતા વધુ એક કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અગાઉ પણ અમદાવાદમાં કોલ સેન્ટર પકડાઇ ચુક્યુ છે જેના તાર મુંબઇ અને વિદેશ સુધી પહોચ્યા હતા.

અમદાવાદના આંબાવાડીમાંથી આજે ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર પોલીસ ત્રાટકી હતી.કેવન્યા કોમ્પલેક્ષમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. 10 કર્મચારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા.ટેક્સ સહિત વિવિધ રીતે ત્યાના નાગરિકોને ધમકાવી કાર્યવાહી કરવાની ધમકી આપીને રૂપિયા ખંખરતા હતા. એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર