10 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ!

Apr 10, 2017 02:14 PM IST | Updated on: Apr 10, 2017 02:14 PM IST

તેલ કંપનીઓની લગાતાર અનદેખીથી ખાર ખાએલ કંસોર્ટિયમ ઓફ ઇડિંયન પેટ્રોલિયમ ડીલર્સ(સીઆઇપીડી)એ 10 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.

આટલું જ નહી ઓઇલ કંપનીઓએ આ પછી પણ કંઇ ઘટતુ ન કર્યું તો પેટ્રોલ પંપોને રાત્રે પણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણય લાગુ થયા પછી દેશના લગભગ 53 હજાર પેટ્રોલ પંપો પર ગ્રાહકોને માત્ર દિવસના સમયે જ પેટ્રોલ અને ડીઝલ મળશે. જેની મોટી અસર પડશે. અને ઓઇલ કંપનીઓને થતા કરોડોના નફાને અસર પડશે.

10 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ!

કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં નિર્ણય પર લાગી મોહર

આ નિર્ણય રવિવારે યોજાયેલી કુરુક્ષેત્રમાં આયોજિત સીઆઇપીડીની બેઠકમાં લેવાયો હતો. નવેમ્બર 2016માં મુંબઇ અને માર્ચ 2017માં દિલ્હીમાં ત્રણેય ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠકમાં સમસ્યાઓનું સમાધાન નિકાળવા માટે સીઆઇપીડીએ કુરુક્ષેત્રમાં બેઠક બોલાવી હતી.

ઓઇલ કંપનીઓ પર માર્જિન ન આપવાનો આરોપ

સીઆઇપીડીની રાષ્ટ્રીય એડી સત્યાનારાયણએ કહ્યુ કે વર્ષ 2011થી તેલ કંપનીઓ પંપ માલિકોને માર્જિન નથી આપી રહી. જેથી પંપ સંચાલકો નુકશાન વેઠી રહ્યા છે.આથી બચવ માટે સમય-સમય પર માર્જિન આપવાની માંગ કરી છે પરંતુ અધિકારીઓ વારંવાર અવહેલના કરી રહ્યા છે.

સુચવેલા સમાચાર