અંબાજી શહેરની સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા

Jun 03, 2017 02:09 PM IST | Updated on: Jun 03, 2017 02:09 PM IST

આગામી 5 જુને રાજ્ય ભર માં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાનાર છે. અને જેમાં રાજ્યભર માં મહત્તમ સફાઇ જુંબેશ હાથ ધરાનાર છે. ત્યારે રાજ્ય સરકાર નાં એક અભીગમ પ્રમાણે રાજ્ય નાં 8 યાત્રાધામો સંપુર્ણ સ્વચ્છ અને પવિત્ર અને સુરક્ષીત બની રહે તે માટે એક અભીયાન હાથ ધરાયુ છે. જેનાં ભાગ રૂપે આજે યાત્રાધામ અંબાજી ખાતે જીલ્લા કલેકટર તથા જીલ્લા પોલીસવડા સહીત અન્ય અધીકારીઓ ની એક બેઠક યોજવામાં આવી હતી.

જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નાં સચિવ કિરીટભાઇ અધવાર્યુ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. ને અંબાજી માં અપાયેલાં સફાઇ કોંન્ટ્રાક્ટ બાબતે સમીક્ષા કરાઇ હતી. એટલુંજ નહીં અંબાજમાં  આગામી સમય માં પ્લાસ્ટીક ને સંપુર્ણ પણે પ્રતિબંધીત કરવાનું હોઇ જીલ્લા કલેકટરે વેપારીઓ ને આજે એક સપ્તાહ માં પ્લાસ્ટીની  થેલીઓ સંપુર્ણ પણે બંધ કરી દેવાં અલ્ટીમેટમ આપ્યુ હતુ. અને ત્યાર બાદ જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્લાસ્ટીક વેચનારાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે. અને અંબાજી શહેર ની સુરક્ષા ને લઇ સીસીટીવી કેમેરાઓ લગાવવાં બાબતે પણ આજ ની બેઠક માં ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

અંબાજી શહેરની  સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર