ખેડૂતોના સમર્થનમાં અલ્પેશ ઠાકોર, આવતી કાલે સાણંદ બંધનું એલાન

Feb 14, 2017 04:30 PM IST | Updated on: Feb 14, 2017 06:28 PM IST

અમદાવાદઃઆવતીકાલે સાણંદ બંધનું એલાન ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે. પાણી મુદ્દે આજે આંદોલન કરી રેલી યોજવા નીકળેલા ખેડૂતોને રોકતા પોલીસ સાથે મારામારી થઇ હતી. ત્યારે હવે ખેડૂતોની વહારે ઓબીસી એકતા મંચ આવ્યું છે.ખેડૂતોને પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

અલ્પેશ ઠાકોર સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.સાણંદ પીઆઇ સાથે વાતચીત કરી હતી.રેન્જ આઈજી નિરજા ગોટરુ સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.રેન્જ આઈજી અને અલ્પેશ ઠાકોર સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ આવતી કાલે સાણંદ બંધની જાહેરાત કરી હતી.

સાણંદના વિસીયા ગામ નજીક ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ટીયર ગેસના 10થી વધુ રાઉન્ડ છોડાયા છે.પથ્થરમારામાં SP સહીત પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત થયા છે.સેકડો ખેડૂતોને અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આક્ષેપ કર્યો છે.સમગ્ર વિસ્તારમાં આંદોલનકારી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નળકાંઠાના ગામોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.500 જેટલાં ખેડૂતો રેલીમાં જોડાયા છે.પોલીસે 40 જેટલાં ખેડૂતોની અટકાયત કરી છે.પથ્થરમારામાં એસપી રાજેન્દ્ર અસારીને માથામાં ઈજા પહોચી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર