2017 ની રાજનીતિ અમે નક્કી કરીશું : અલ્પેસ ઠાકોર

Apr 03, 2017 07:30 PM IST | Updated on: Apr 03, 2017 11:05 PM IST

અમદાવાદ :વ્યસન  મુક્તિ અને યુવા બેરોજગારોને રોજગારીના નામે આંદોલન કરી લોકપ્રિયતા મેળવનાર અલ્પેશ ઠાકોર હાલ મોટા રાજનેતાઓને મળી રહ્યો છે અને અલ્પેશ ઠાકોરે ન્યુઝ18 ઇટીવી સમક્ષ દાવો કરતા કહ્યું છે કે, 2017ની રાજનીતિ અમે નક્કી કરીશુ.બંને પક્ષમાંથી સી.એમ અને ડેપ્યુટી સીએમની ઓફર પણ આવી રહી છે.

નોધનીય છે કે, આ વર્ષમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ થવાની છે. ત્યારે છેલ્લા બે વર્ષથી ભાજપ સરકાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પહેલા પાટીદારોના આંદોલનથી ભીસમાં મુકાયેલી બીજેપીને આનંદીબહેનને ઘરે બેસાડવા પડ્યા છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી એકતા મંચના નામે પહેલા અનામત બચાવવા માટે તો બાદમાં બેરોજગારોના મુદ્દે આંદોલન કરી લોકપ્રિય ચહેરા બની ગયા છે. ત્યારે અલ્પેશ ઠાકોરના દાવો સાચો હોવાનું પણ માનવું પડે તેમ છે. હાલમાં અલ્પેશ ઠાકોર ક્ષત્રિય સમાજ ઉપરાંત અ્ન્ય સમાજનો લોકપ્રિય ચહેરો મનાય છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પોતાની સરકાર બનાવવા માટે અલ્પેશ ઠાકોરને રાજકીય હાથો બનાવી પોતાના રોટલા શેકી શકે તેમ છે. જો કે હવે અલ્પેશ ઠાકોર આખરે રાજકારણમાં કીંગ મેકર બનશે કે પછી પ્રજામાં સ્થાપિક કરેલી લોકપ્રિયતા ટકાવવામાં કેટલો સફળ રહેશે તે તો સમય જ બતાવશે.

2017 ની રાજનીતિ અમે નક્કી કરીશું : અલ્પેસ ઠાકોર

76 વિધાનસભા બેઠક પર ચુંટણી લડવા ઓબીસી એકતા મંચે તૈયારીઓ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત નું રાજકારણ ગરમાય રહ્યું છે.  આ વખતે  પક્ષ ની તૈયારી સાથે આંદોલન કારીઓ ના મૂળ પર પણ સૌની નઝર રહશે. ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે 76 વિધાનસભા પર ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વહેલી ચૂંટણી ની અટકલો વચ્ચે તમામ રાજકીય પક્ષો એ અત્યાર થી ચૂંટણી ની ત્યારી ની રણસિંગુ ફૂંકી દીધું છે. ભાજપ યુપી ની જીત બાદ ગુજરાતમાં 150 સીટ આવશે તેવો દાવો કરી રહ્યું છે તો કોંગ્રેસ પણ ગુજરાત માં કોંગ્રેસ આવે છે તે સૂત્ર લઇ પ્રજા વચ્ચે જય અને સતા મેળવવા એડીચોંટી નું જોર લગાડી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષ વચ્ચે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ભાજપ ની જેમ બુથ કમિટી ના મેનેજમેન્ટ ની શરૂઆત કરી દીધી છે.

અલ્પેશે 76 બેઠક પર બુથ કમિટી અને તમામ બુથ પર કાર્યકર્તા નીમી દીધા છે જેમાં ઉત્તર ગુજરાત અને માંડ્ય ગુજરાત ની 57 બેઠક , અને દક્ષિણ ગુજરાત ની 19 બેઠક તો બીજી બાજુ સૌરાષ્ટ્ર ની 18 બેઠક પર તેની સેનાએ નું પ્રભુત્વ છે તેવો દાવો અલ્પેશ કરી રહ્યો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર