સપા-બસપા અને કોંગ્રેસ ઇજ્જત બચાવવા ચુંટણી લડે છે અમે વિકાસ કરવાઃ મોદી

Feb 20, 2017 07:38 PM IST | Updated on: Feb 20, 2017 07:38 PM IST

યુપીના ઇલાહાબાદના ફુલપુરમાં સોમવારે ચુંટણી પ્રચારની રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ યુપીના ત્રણેય પ્રમુખ રાજકીય દળો સપા,બસપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યુ હતું કે એક બાજુ આ દળો પોતાની ઇજ્જત બચાવવા ચુંટણી લડી રહ્યા છે. તો બીજીબાજુ બીજેપી અહી પ્રદેશના વિકાસ માટે ચુંટણી લડે છે. પીએમએ કહ્યુ કે આખા યુપીમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. યુપીમાં લોકો સપાના કુશાસનથી તંગ આવી ગયું છે.

પીએમએ સપા સરકાર પર હુમલો કરતા કહ્યુ કે યુપી અપરાધ, અત્યાચાર, ભાઇ-ભત્રીજાવાદ અને શોષણમાં એક નંબર પર છે. શીક્ષણ,સ્વાર્થ્ય, વીજળી, રોજગારના નામ પર યુપી સૌથી આખરી કતારમાં ઉભુ છે. સપા-કોંગ્રેસ ગઠબંધન પર પ્રધાનમંત્રીએ કહ્યુ કે એક યુપી બેહાલ કરવાવાળા અને એક યુપી બેહાલ વાળાનું ગઠબંધન થયું છે.

સપા-બસપા અને કોંગ્રેસ ઇજ્જત બચાવવા ચુંટણી લડે છે અમે વિકાસ કરવાઃ મોદી

યુપીમાં ભાજપા માટે પાંચ વર્ષનો સમય માગતા પીએમએ કહ્યુ કે પૈમાને સ્થીતાયા બદલાઇ છે. પીએમ મોદીએ કહ્યુ કે 70 વર્ષોમાં ગરીબ માઓ માટે શૌચાલય પણ બનાવાયા નથી.

સુચવેલા સમાચાર