કાયદો માત્ર અમીરો માટે નથી,કાયદો તમામ માટે એક સમાનઃપીએમ મોદી

Apr 02, 2017 12:59 PM IST | Updated on: Apr 02, 2017 03:02 PM IST

અલ્હાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ આજે વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યુ હતું કે,અલ્હાબાદ ભારતના ન્યાય વિશ્વનું તિર્થ ક્ષેત્ર છે. સમારોહમાં સામેલ થવું તે સન્માનની વાત છે.ચીફ જસ્ટિસની વાતો મેં દિલથી સાંભળી છે.ચીફ જસ્ટિસના દરેક શબ્દમાં પીડાનો અહેસાસ થયો છે.

વધુમાં મોદીએ કહ્યુ હતું કે, કાયદાનું લક્ષ્ય તમામ લોકોનું કલ્યાણ છે.ન્યાય વ્યવસ્થામાં અમારી જે જવાબદારી છે તેને પૂર્ણ કરીશું.સરકાર CJI ખેહરના સંકલ્પની સાથે છે. પીએમણે કહ્યુ હતુ કે ટેકનિકથી ન્યાય પ્રક્રિયા ઝડપી બને છે. કાયદો માત્ર અમીરો માટે નથી,કાયદો તમામ લોકો માટે એક સમાન છે. ન્યાય જગતને આઝાદીના આદોલને બળ આપ્યુ છે.

વડાપ્રધાન મોદીનું સંબોધન

અલ્હાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

કાયદો માત્ર અમીરો માટે નથીઃ પીએમ

કાયદો તમામ લોકો માટે એક સમાનઃ પીએમ

મને વિશ્વાસ છે કે ચીફ જસ્ટિસના સંકલ્પ પૂરા થશેઃ પીએમ

ન્યાય જગતે આઝાદીના આંદોલનને બળ આપ્યું: પીએમ

2022 માટે દેશ સપનું જુએઃ પીએમ

2022 માટે સંકલ્પ નક્કી કરેઃ પીએમ

દરેક દિવસે એક કાયદો નાબૂદ કરીશઃ પીએમ

અત્યાર સુધી 1200 કાયદા દૂર કર્યાઃ પીએમ

કાયદાનો ભાર ઓછો કરવો જરૂરીઃ પીએમ

ટેક્નિકથી ન્યાય પ્રક્રિયા ઝડપી બનીઃ પીએમ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર