એકમંચ પર રાહુલ-અખિલેશ, કહ્યુ લોકોને લાઇનમાં ઉભા રાખનારને જવાબ મળશે

Jan 29, 2017 01:40 PM IST | Updated on: Jan 29, 2017 04:16 PM IST

લખનઉમાં રાહુલ ગાંધી- અખિલેશ યાદવે આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. બંને એક બીજાને ગળે ભેટ્યા હતા. એસપી-કોંગ્રેસના ગઠબંધનથી ખુશી છે તેમ રાહુલે કહ્યુ હતું. રાહુલે વધુમાં કહ્યુ ગંગા-યમુનાનું મીલન થઇ રહ્યુંછે. અખિલેશ સાથે મારો અંગત સંબંધ છે. આ ગઠબંધનથી યુપીની જનતાને નવી શક્તિ મળશે.

જ્યારે અખિલેશ યાદવે કહ્યુ હતું કે હું અને રાહુલ સાઇકલને બે પૈડા છીએ. કોંગ્રેસ સાથે જોડાવાથી ઝડપી કામ થશે. લોકોને લાઇનમાં ઉભા રાખનારને જવાબ મળશે.

લખનઉમાં રાહુલ ગાંધી-અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી

માયાવતીની હું ઈજ્જત કરું છું: રાહુલ ગાંધી

માયાવતી અને ભાજપમાં ઘણો તફાવતઃ રાહુલ ગાંધી

ભાજપની વિચારધારાથી દેશને ખતરોઃ રાહુલ ગાંધી

BSPથી દેશને કોઈ ખતરો નહીં: રાહુલ ગાંધી

RSS સાથે માયાવતીની તુલના ન કરોઃ રાહુલ ગાંધી

ભાજપને હરાવવું અમારું લક્ષ્યઃ રાહુલ ગાંધી

યુપીમાં સાંપ્રદાયિક તાકાતોને દૂર રાખવી મહત્વનો મુદ્દોઃ રાહુલ

મોદીજી, RSS અને ભાજપને પ્રદેશના ભાગલા નહીં પાડવા દઈએઃ રાહુલ

પ્રિયંકા ગાંધી હંમેશા મારી મદદ કરે છેઃ રાહુલ ગાંધી

પ્રચાર અંગે પ્રિયંકા નિર્ણય લેશેઃ રાહુલ ગાંધી

અમેઠી-રાયબરેલી પર આંતરિક ચર્ચા ચાલુઃ રાહુલ

ઈતિહાસ સ્થિર નથી, બદલતો રહે છેઃ રાહુલ

વર્તમાન પરિસ્થિતિમાં ગઠબંધન યોગ્ય નિર્ણયઃ રાહુલ

'દેશને આગળ લઈ જવો હોય તો દરેક ધર્મના લોકોએ સાથે આવવું પડશે'

યુપીમાં ગઠબંધનને 300થી વધુ બેઠકો મળશેઃ રાહુલ ગાંધી

સંગમથી પ્રગતિની સરસ્વતી નીકળશેઃ રાહુલ ગાંધી

અખિલેશ યાદવની નિયત સાફ છેઃ રાહુલ ગાંધી

RSS-ભાજપની નિયત સ્પષ્ટ નહીં: રાહુલ ગાંધી

લોકસભામાં અમે સાથે રહ્યાઃ અખિલેશ યાદવ

અમને બંનેને સાથે મળી કામ કરવાની તક મળીઃ અખિલેશ

લોકો ઈચ્છે છે કે ગઠબંધન સફળ થાયઃ અખિલેશ

એસપી અને કોંગ્રેસના ગઠબંધનથી વિશ્વાસ વધશેઃ અખિલેશ

ભાઈચારા પર લોકો સવાલ ઉભા કરે છેઃ અખિલેશ

અમારી બંનેની ઉંમરમાં પણ તફાવત નહીં: અખિલેશ

કોંગ્રેસ સાથે જોડાવાથી ઝડપી કામ થશેઃ અખિલેશ

હું અને રાહુલ સાઈકલના 2 પૈડાઃ અખિલેશ

નોટબંધીનો નારો આપી લોકોને મુશ્કેલીઓ આપવામાં આવીઃ અખિલેશ

લાઈન લગાવનારાને જવાબ આપવામાં આવશેઃ અખિલેશ

જનતા માટે સાથે મળીને કામ કરીશું: અખિલેશ

યુપીમાં કામ બોલી રહ્યું છેઃ અખિલેશ

ભાજપે અમારા ચૂંટણી ઢંઢેરાની નકલ કરીઃ અખિલેશ

સારા દિવસો કોણે જોયા ?: અખિલેશ

યુપી દેશને માર્ગ બતાવે છેઃ અખિલેશ

મોટા નેતાઓના આશીર્વાદથી ચૂંટણી જીતીશું: અખિલેશ

બંને મળીને 5 વર્ષ સરકાર ચલાવીશું: અખિલેશ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર