અજમેર દરગાહ બ્લાસ્ટ કેસ:2 દોષિતોને આજીવન કેદની સજા

Mar 22, 2017 12:40 PM IST | Updated on: Mar 22, 2017 04:49 PM IST

અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં આજે સજાનું એલાન કોર્ટે કર્યું છે.2 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને આજીવન કેદ કરાઇ છે.દેવેન્દ્રને 5 હજાર અને ભાવેશને 10 હજારનો દંડ પણ કરાયો છે.જયપુરની વિશેષ કોર્ટે સજા સંભળાવી છે.

રાજસ્થાનના અજમેરમાં ગરીબ નવાઝની દરગાહમાં નવ વર્ષ પહેલા થયેલા બોંબ વિસ્ફોટમાં દોષિતોને બુધવારે સજા સંભળાવવામાં આવી છે.પોલીસ બંનેને લઇ એનઆઇએની વિશેષ અદાલતમાં પહોચી હતી. 8 માર્ચએ આ મામલે ત્રણ આરોપિઓને કોર્ટે દોષિત માન્યા હતા. પરંતુ સજાનો ચુકાદો 18 માર્ચ સુધી ટાળી દીધો હતો. જો કે આજે ચુંકાદો આવ્યો છે.

ajmer-11

2007માં થયો હતો બ્લાસ્ટ

રાજસ્થાનની અજમેર દરગાહમાં શરીફમાં રોજા ઇફ્તાર કરતા સમયે જાયરીનો વચ્ચે આ બ્લાસ્ટ 11 ઓક્ટોબર 2007ના કરાયો હતો. આ હરકતના 9 વર્ષ પછી ત્રણ આરોપીઓ દોષિત કોર્ટે જાહેર કરી આજે સજા સંભળાવી છે. દરગાહમાં સાંજે 6.15 કલાકે બ્લાસ્ટ થયો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. અને 15 લોકો ઘવાયા હતા. બ્લાસ્ટ માટે 2 રિમોટ બોબ મુકાયા હતા.પરંતુ તેમાંથી એક જ ફાટ્યો હતો.

સુચવેલા સમાચાર