ભારતીય સીમામાં 400મીટર સુધી ઘુસી આવ્યું પાકિસ્તાની ડ્રોન

Jan 03, 2017 07:55 PM IST | Updated on: Jan 03, 2017 07:55 PM IST

નવી દિલ્હીઃપાકિસ્તાન પોતાની હરકતો રોકવાનુંનામ લેતુ નથી. પાકિસ્તાનનું એક ડ્રોન વિમાન એક જાન્યુઆરીએ સીમાનો ઉલ્લંઘન કરીને ભારતીય સરહદમાં ઘુસી ગયું હતું. મનાય છે કે પાકિસ્તાની ડ્રોન ઉડી સેક્ટરમાં સીમાથી 400 મીટર અંદર સુધી આવી ગયું હતું. ડ્રોન વિમાન દેખાયા પછી સુરક્ષા વધુ સઘન કરી દેવાઇ હતી.

પાકિસ્તાનનું આ ડ્રોન અંગૂર પોસ્ટ પર દેખાયું હતું જે સેનાની ઉડી બ્રિગેડ હેડક્વાર્ટર નજીક છે. આ ડ્રોનના દેખાયા પછી ઉડી સહિત આસ-પાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઇ છે.

ભારતીય સીમામાં 400મીટર સુધી ઘુસી આવ્યું પાકિસ્તાની ડ્રોન

નોધનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનથી આવેલ આતંકિયોએ સેનાના ઉડી સ્થિત હેડક્વાર્ટરમાં આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં ભારતીય સેનાને નુકશાન થયું હતું. આ હુમલામાં સેનાના કુલ 20 જવાનો શહીદ થયા હતા. જ્યારે 30 ઘવાયા હતા.

સુચવેલા સમાચાર