અમદાવાદઃહવામાં કેટલું છે પ્રદુષણ,જાણો આંગળીના ટેરવે

May 14, 2017 01:32 PM IST | Updated on: May 14, 2017 01:32 PM IST

અમદાવાદમાં હવે તમે વિવિધ વિસ્તારમાં હવાની શુ સ્થિતિ છે એટલે કે વાયુપ્રદૂષણ કેટલું છે એ જાણવું હોય તો આંગળીના ટેરવે જાણી શકશો. સફર એર નામની એક મોબાઇલ એપ્લીકેશન લોન્ચ થઇ છે. શહેરના દશ વિસ્તારમાં હવાની ગુણવતા અંગેની મોનિટરીંગ સિસ્ટમ લગાવાઇ છે. એ સિસ્ટમ હવામાં રહેલાં તત્તવોનું પ્રમાણ નક્કી કરીને તમને મોબાઇલવગું કરે છે.

અમદાવાદઃહવામાં કેટલું છે પ્રદુષણ,જાણો આંગળીના ટેરવે

જો તમારી પાસે એન્ડ્રેઇડ ફોન હોય તો તમે અમદાવાદમાં હવાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી શકશો. સફર એર નામની એપ્લીકેશન દ્વારા તમે શહેરના વિવિધ વિસ્તારમાં હવા કેટલી દૂષિત છે અેની જાણકારી આ એપ દ્વારા મળી શકશે.

આવી રીતે જાણો હવાનું પ્રદુષણ

મોબાઇલમાં સફર એર નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો, એ ડાઉનલોડ કરશો એટલે તેમાં વિવિધ શહેરોની કેટેગરી જોવા મળશે. એમાં અમદાવાદ પસંદ કરો - એ પસંદ કરશો એટલે અમદાવાદના વિવિધ વિસ્તારની કેટેગરી જોવા મળશે. એમાંથી કોઇ પણ વિસ્તાર પસંદ કરશો એટલે ત્યાં હવાની ગુણવત્તાનું માપ એટલે કે એર ક્વોલીટી ઇન્ડેક્સ જોવા મળશે.

0થી 100 સુધી એર ક્વોલીટી ઇન્ડેક્સ હશે તો હવા સારી ગણાય છે. 101થી 200 હોય તો મોડરેટ અેટલે કે માફકસર - એર ક્વોલીટી ઇન્ડેક્સ 201થી વધવા માંડે તો હવા શ્વાચ્છોશ્વાસ માટે જોખમી સાબીત થવા માંડે છે. એર ક્વોલીટી ઇન્ડેક્સ 401ને આંબી જાય તો એ વિસ્તારની હવા શરીર માટે અત્યંત નુકાનકારક કહેવાય છે. આ એપ્લીકેશન હવાની સ્થિતિને આધારે હેલ્થ ટીપ્સ પણ આપે છે.

શહેરમાં દશ વિસ્તારમાં એર ક્વોલીટી મોનિટરીંગ સિસ્મ બેસાડવામાં આવી છે. જે હવાની ગુણવત્તાનું પ્રમાણ કાઢે છે. એ પ્રમાણ તમારી મોબાઇલ એપ્લીકેશનમાં ફ્લેશ થાય છે. અમદાવાદમાં બાર જગ્યાએ એલઇડી સ્ક્રિન લગાવવામાં આવી છે. જ્યાં હવાની ગુણવત્તા દર્શાવવામાં આવે છે. તમે ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટર પર પણ અમદાવાદના વિવિધ વિસ્તારની હવાની ગુણવત્તા જાણી શકો છો.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર