શશિકલાએ આખરી દિવસોમાં મને "અમ્મા"ને જોવા પણ દીધા ન હતાઃપન્નીરસેલ્વમનું છલકાયું દર્દ

Feb 08, 2017 11:14 AM IST | Updated on: Feb 08, 2017 11:14 AM IST

તમિલનાડુના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી ઓ.પન્નીરસેલ્વમએ શશિકલા સામે બળવો કર્યો છે. પન્નીરસેલ્વમે કહ્યુ કે શશિકલા મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષામાં અન્નાદ્રમુકની નીવ ઢાંકવામાં લાગ્યા છે.

અન્નાદ્રમુકના કોષાધ્યક્ષ અને પ્રાથમિક સદસ્યતાથી રાજીનામા પછી પન્નીરસેલ્વમએ સીએનએન ન્યૂઝ18ને એક્સક્લૂસિવ વાતચીતમાં શશિકલાની સીધી નિશાન બનાવ્યા હતા.

શશિકલાએ આખરી દિવસોમાં મને

પન્નીરસેલ્વમે કહ્યુ કે મે જયલલિતાજીની વિશ્વાસપુર્વક સેવા કરી છે. હું તેમનો બહુ નજીકનો હતો એટલા માટે મને જવાબદારી સોપી હતી. તેમના નિધન પછી બધુ બદલાઇ ગયું છે.

મે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યુ તેના લગભગ બે કલાક પહેલા સુધી શશિકલા સાથે વાતચીત કરી હતી. આ પછી મને એક પેપર પર સહી કરવા મજબુર કરાયો હતો. મે મારુ કામ ઇમાનદારીથી કર્યું છે.

મને સમજમાં નથી આવતુ કે શશિકલા મુખ્યમંત્રી બનવા માટે આટલા ઉતાવળા કેમ છે? તે તમિલનાડુના સિયાસી હાલાત બિલકુલ નથી સમજી શકતા. જ્યારે તમે સત્તા માટે ઉતાવળા થાઓ તો આવા ખતરનાક હાલાત ઉપજે તે સ્વાભાવિક છે.

જ્યારે હું સીએમ હતો ત્યારે પ્રયાસો કર્યા હતા કે સરકાર અને પાર્ટી પર કોઇ આરોપ ન લાગે. એટલું જ એમના માટે મે કુરબાની કરી દીધી જ્યારે તેમણે મને રાજીનામું આપવાનું કહ્યુ મે હા પણ કરી દીધી.

મે ફક્ત એટલી ગુજારીશ કરી કે રાજીનામા પહેલા મને અમ્મા(જયલલિતા)ના આર્શિવાદ લેવા દો. પરંતુ તેમણે મને આવું ન કરવા દીધું. તેમણે(શશિકલા) કહ્યુ કે તમે ત્યાં(અમ્માના સમાધિ સ્થળ) નહી જઇ શકો.

બીજેપીના ઇસારા પર બળવાના આરોપ પર પન્નીરસેલ્વમે કહ્યુ કે હું શા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરું? આ ઘટના પછી પાર્ટી તમિલનાડુમાં જનાધાર ગુમાવી રહી છે.

જયલલિતાની મોત પર જોડાયેલા સવાલો પર પન્નીરસેલ્વમે સાફ કહ્યુ કે અમ્માની મોત પર કેટલાક રહસ્ય અને અટકળો છે. આ પરછી પરદો ફક્ત ડોક્ટર ઉઠાવી શકે છે. આ અમારુ કર્તવ્ય છે કે અટકળો લગાવ્યા કરતા ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરવો જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર