અમદાવાદના બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવી પ્રદર્શન

Jun 11, 2017 08:49 AM IST | Updated on: Jun 11, 2017 08:49 AM IST

અમદાવાદના પુર્વ વિસ્તારમાં આવેલ વટવામાં કેટલાક લોકોએ બિલ્ડર પર ગંભીર આરોપ લગાવ્યો છે.સ્થાનિકોનુ કહેવુ છે કે નારોલ અશ્લાલી રોડ પર આવેલ સ્કીમ ઉમંગ લાંભા-1ના બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી કરી નાખી છે.નોંધનીય છે પોલીસ પાસે પણ આ ગરીબોની વ્યથા સાંભળવા સમય નથી.

પોલીસ સ્ટેશનની બહાર વટવા પોલીસ અને બિલ્ડર સંજયના વિરોધમાં નારા લગાવી રહેલા આ મહિલાઓ પહેલા તો ખુબજ સંયમ બનાવી રાખ્યો હતો પરંતુ છેલ્લે કઈ નિકાલના આવ્યો ત્યારે પોલીસના દ્રારે આવ્યા છે.આ તમામ લોકો ખુબજ આશા સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમને એવુ હતુ કે કદાચ પોલીસ તેમની વાતો સાંભળી તાત્કાલિક નિકાલ કરી દેશે.પરંતુ  પોલીસ પણ અરજી લઈ સંતોષ માંડી રહી છે.

અમદાવાદના બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવી પ્રદર્શન

ભોગ બનનાર સુરેશભાઇ સહિતનું કહેવું છે કે, બિલ્ડરે જ્યારે ફલેટ વેંચ્યો ત્યારે ખુબ મોટી વાત કરી હતી પરંતુ પાંચ વર્ષ થઈ ગયા હોવા છતા લિફ્ટની હાલત ખરાબ છે.લિફ્ટની સાથો સાથ પાણીની પણ સમસ્યા ઉભી થઈ છે અને બિલ્ડરે મેનટેન્સના જે રુપિયા લીધા હતા તે રુપિયાનો પણ કોઈ હિસાબ નથી.આ લોકોનુ કહેવુ છે કે અમે ખુબજ આશા સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા કે પોલીસ તો અમારી વાત સાંભળશે પરંતુ ત્યાં પણ નિરાશા મળી અને પીએસઓનુ કહેવુ છે કે પીઆઈ સાહેબ નથી સાંજે આવો.

આ તમામ ઘટના ક્રમમાં સાચુ કોણ છે તે તો તપાસનો વિષય છે પરંતુ તપાસ માટે અધિકારીઓનુ નિયત પણ સાફ હોય તે પણ જરુરી છે.હાલ તો પોલીસે અરજી લીધી છે પરંતુ અરજીની તપાસ થશે કે પછી પોલીસ સ્ટેશનમાં પડેલા અન્ય અરજીઓમાં દબાઈ જશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર