અમદાવાદઃસમાધાન કરવા બોલાવી યુવકની હત્યા

Jan 16, 2017 08:39 AM IST | Updated on: Jan 16, 2017 08:39 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં સતત બીજે દિવસે નજીવી બાબતમાં એક યુવાનને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની અંગત અદાવતમાં બે વ્યક્તિઓએ હત્યા કરી નાખી છે. મૃતકનું યુવકનું નામ મનીશ કચ્છી છે.

ધીરજ હાઉસિંગ પાસે પહેલાં થયેલી મારમારીને લઈને સુલેહ કરવા માટે મૃતકને બોલાવ્યો હતો.જ્યાં તેના પર સંજય ઉર્ફે લાડો અને રમેશ મણીનગરે તેના પગ પર ચકુથી હુમલો કર્યો જ્યાં મૃતક યુવકની મેઈન નસ કપાઈ જતા તેનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

અમદાવાદઃસમાધાન કરવા બોલાવી યુવકની હત્યા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર