આરટીઓએ આપી એપોઇમેન્ટ, રજા હોવાથી અરજદારોને પડ્યો ધરમધક્કો

Mar 29, 2017 08:50 PM IST | Updated on: Mar 29, 2017 08:50 PM IST

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા આજે સિંધી સમાજના તહેવાર ચેટીચાંદને લઈને જાહેર રજા નક્કી કરી છે. ત્યારે સરકારી કચેરીઓની બહાર તાળાં લાગ્યા છે. પરંતુ સરકારની જાહેરાતની જાણકારીના અભાવના કારણે આજે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે હંગામો થઇ ગયો હતો. અને અરજદારોને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

જ્યાં મોટી સંખ્યામાં વાહન ચાલકો પોતાના વાહનના લાઈસન્સ ની પરીક્ષા કે પછી રીન્યુ કરાવવા જેવા વિવિધ કામોને લઈને આવ્યા હતા પરંતુ આરટીઓ બંધ હોવાના પગલે રોષનો માહોલ સર્જાયો હતો. એક તરફ આરટીઓ દ્વારા ૨૯મી તારીખની એપોઇન્ટમેન્ટ આપી દીધી હતી પરંતુ સરકારી રજા જાહેર કરવામાં આવતા સમાચાર પત્રો દ્વારા જાહેર નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ યોગ્ય જાણકારી લોકો સુધી ના પહોચતા હંગામો સર્જાયો હતો.

આરટીઓએ આપી એપોઇમેન્ટ, રજા હોવાથી અરજદારોને પડ્યો ધરમધક્કો

 

સુચવેલા સમાચાર