ખેડૂતો અને શિક્ષણ માટે લડીશુંઃશંકરસિંહ વાઘેલા

May 10, 2017 01:37 PM IST | Updated on: May 10, 2017 01:37 PM IST

ગુજરાત કોંગ્રેસના વરીષ્ટ નેતા શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતુ કે,ખેડૂતો અને શિક્ષણ માટે લડીશું. કાર્યકરોની બેઠક યોજાશે, યુથ કોંગ્રેસની યાદી તૈયાર કરવામાં આવશે.પાર્ટી ચુંટણીની તૈયારી કરી રહી છે, જીત માટે સમાધાન નહી કરીએ.

આ બેઠકમાં દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલા સુચનો પર અમલવારી કરવામાં આવશે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઇને પણ કેટલીક મહત્વની જાહેરાત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત અશોક ગહેલોતની આગેવાનીમાં આ બેઠક યોજાશે.

ખેડૂતો અને શિક્ષણ માટે લડીશુંઃશંકરસિંહ વાઘેલા

જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિહં વાઘેલા સહિત અન્ય નેતાઓ અને પ્રદેશના તમામ સેલના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર