અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સલેન કરાશે

Jan 24, 2017 03:19 PM IST | Updated on: Jan 24, 2017 03:19 PM IST

ગાંધીનગરઃઅમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને સિક્સલેન કરાશે.રૂ. 3488 કરોડના ખર્ચે માર્ગને સિક્સલેન કરાશે. અહીથી ટોલટેક્સની આવક રાજ્ય સરકારને મળશે.કેન્દ્રના સડક પરિવહન મંત્રાલય દ્વારા 6 માર્ગીય હાઈવેને મંજૂરી આપી દીધી છે.

રોડના બાંધકામનો ખર્ચ અંદાજિત રૂ.2638 કરોડ થશે.કન્ટીજન્‍સી સહિત જમીન સંપાદન વગેરે મળી રૂ.3488 કરોડનો ખર્ચ કરાશે.અમદાવાદ-રાજકોટનો 6 માર્ગીય રસ્‍તો 201 કિમી જેટલો લાંબો નિર્માણ થશે.બગોદરા,લીંબડી,સાયલા,બામણબોર વગેરે શહેરોને સાંકળી લેવાશે. જેનાથી સૌરાષ્‍ટ્ર તરફના પરિવહનમાં વેગ આવશે.

અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સલેન કરાશે

નોધનીય છે કે, આ માર્ગ પરથી રોજના હજારો લોકો અમદાવાદથી સૌરાષ્ટ્રની અવર જવર કરી રહ્યા છે. ત્યારે સિક્સલેન માર્ગ બનતા સૌરાષ્ટ્રના પ્રવાસધામો દ્વારકા, સોમનાથ પહોચવા માટે પણ યાત્રીકોનો સમય બચશે.

સુચવેલા સમાચાર