અમદાવાદઃપો.કોન્સ્ટેબલની શારીરિક કસોટીમાં મહિલા ઉમેદવાર પટકાઇ,ફેક્ચર

Jan 19, 2017 07:58 PM IST | Updated on: Jan 19, 2017 07:58 PM IST

અમદાવાદ: અમદાવાદના પોલીસ સ્ટેડીયમમાં હાલ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની ભરતી ચાલી રહી છે. ત્યારે લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ હવે ઉમેદવારોની શારીરિક ક્ષમતાની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી આપતા સમયે દક્ષા બહેન પટેલ નામના એક મહિલા ઉમેદવાર ૧૬૦૦ મીટરની દોડમાં ૮૦૦ મીટર દોડ પૂરી કરતા અચાનક ફસડાઈ પડયા હતા.

અમદાવાદઃપો.કોન્સ્ટેબલની શારીરિક કસોટીમાં મહિલા ઉમેદવાર પટકાઇ,ફેક્ચર

પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી મહિલા ઉમેદવારને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. મહિલા ઉમેદવાર દક્ષા બહેન પટેલના જમણા પગે અચાનક ફેકચર થતા હાલ ડોક્ટર દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર