મેવડ પાસે ગેસ ભરેલું ટેન્કર લીંકેજ થતાં મહેસાણા-અમદાવાદ હાઇવે 6 કલાક ઠપ્પ,ટ્રાફિક જામ

May 02, 2017 12:43 PM IST | Updated on: May 02, 2017 12:43 PM IST

મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ટોલનાકા પાસે ગત મોડી રાત્રીના સુમારે એક મીથેલ ભરેલા ટેન્કરમાં લીકેજ થતાં હાઇવે 6 કલાક હાઇવે પર વાહન વ્યવહાર ઠપ થતાં ટ્રાફિક જામ થયો હતો.અજાણ્યા વાહને ગેસ ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી.ગેસ ભરેલા ટેન્કરમાંથી લીકેજ થતો પ્રવાહ બેકાબૂ બન્યો હતો.અકસ્માત બાદ ગેસ લીકેજ થતાં નાસભાગ મચી હતી.

જો કે સવારે 10.30 કલાક આસપાસ હાઈવે પરથી ગેસ ભરેલ ટેન્કર ખસેડી લેવાયું છે. બાદમાં મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો છે.ગેસ લીકેજને પગલે મોડી રાતથી જ મહેસાણા-અમદાવાદ હાઇવે બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું.ખેરવા હાઈવે તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો.

મેવડ પાસે ગેસ ભરેલું ટેન્કર લીંકેજ થતાં મહેસાણા-અમદાવાદ હાઇવે 6 કલાક ઠપ્પ,ટ્રાફિક જામ

મહેસાણા-અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે એક ટેન્કર અકસ્માત સર્જાયો હતો. જેમા મેવડ ટોલ નાકાથી થોડે દુર અમદાવાદથી રાજસ્થાન જતા ગેસ ભરેલા ટેન્કરને પાછળથી આવી કોઈ મોટા અજાણ્યા વાહને ટક્કર મારત ગેસ ભરેલા ટેન્કરનાં વાલ્વનાં ભાગે નુકશાન પહોંચ્યું હતુ. જેને લઈ ગેસ લીકેજ થતા હાઇવે પર નાસ ભાગ મચવા પામી હતી

બીજી તરફ હાઇવેના બન્ને તરફ 10 કિ.મી.સુધી વહેલી સવાર સુધી ટ્રાફિક જામ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર સેફ્ટી ઓએનજીસી પોલીસ સહીત સ્થાનિક તંત્ર ની ટીમ દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. જો કે ઘટનાને પગલે સલામતીના ભાગ રૂપે આ હાઇવે પરથી પસાર થતો તમામ વાહન ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર