અમદાવાદઃ અંધારી રાતે વૈભવી કારોમાં દારુનુ વેચાણ

Jan 12, 2017 09:09 PM IST | Updated on: Jan 12, 2017 09:09 PM IST

અમદાવાદઃરાજ્ય સરકારે દારુ બંધીને લઈ  કડક કાયદાઓ તો બનાવી દીધા છે પરંતુ શહેરના બુટલેગરો બેફામ રીતે દારુની હેરાફેરી કરી રહ્યા છે.શહેરના પુર્વ વિસ્તારનો એક સીસીટીવી વિડિયો પ્રદેશ18 ઈટીવી પાસે આવ્યો છે જેમાં અંધારી રાતે વૈભવી કારોમાં દારુનુ વેચાણ થઈ રહ્યો છે.

નશાબંધીને લઈ સરકારે કડક કાયદો તો બનાવી દીધો પરંતુ તે કાયદો માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે. સીસીટીવી જોઈને તમ્ પણ કહેશો કે ખરેખર ક્યાં છે દારુનો કાયદો.જરા ધ્યાનથી જુઓ કે કઈ રીતે દારુનુ ખુલેઆમ હેરાફેરી થઈ રહી છે.એક કારમાંથી બીજી કારમાં દારુની હેરાફેરી થઈ રહી છે.શહેરના પુર્વ વિસ્તારમાં આવેલ નરોડામાં અંધારી રાતે એક બાદ એક છ જેટલી કારો આવે છે અને ત્યાર બાદ એક કારમાંથી બીજી કારમાં દારુની પેટીઓ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યુ છે.

હવે અમે તમને બતાવીએ કે આ વિડિયો કંઈ રીતે બહાર આવ્યો છે.વાત કંઈ એમ છે કે શહેરના નરોડા વિસ્તારમાં એક બેટરીની દુકાનમાંથી ચોરીની ઘટના બની હતી અને બેટરીની દુકાનની સામે જવેલર્સની દુકાન આવેલ છે જેથી બેટરીની દુકાન વાળા જવેલર્સના ત્યાં સીસીટીવી તપાસ કરવા ગયા તો આ નજારો સામે આવી ગયો હતો.

સવાલ એ ઉભો થાય છે કે આ હેરાફેરીની જાણ પોલીસને છે કે કેમ.જો પોલીસની આ ઘટનાની જાણ હતી તો કાર્યવાહી કેમ ના કરી અને નથી તો પોલીસ ક્યારે આ ઘટનામાં કાર્યવાહી કરશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર