અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને બ્લ્યુ ગેમ રમતા એક કિશોરનું રેસક્યું કરવામાં સફળતા મળી

Sep 12, 2017 12:41 PM IST | Updated on: Sep 12, 2017 12:41 PM IST

અમદાવાદ# સમગ્ર ભારતમાં બ્લ્યુ વ્હેલ ગેમ હવે ચિંતા વિષય બનતો જાય છે. બ્લ્યુ વ્હેલ ગેમની નાની ઉંમરના કિશોરો પર વિપરીત અસર કરી છે. ત્યાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને બ્લ્યુ ગેમ રમતા એક કિશોરનું રેસક્યું કરવામાં સફળતા મળી છે.

સૌથી મહત્વની બાબત તો એ છે કે આ કિશોર રાજસ્થાનનો રહેવાસી છે. અને તે બ્લ્યુ વ્હેલ ગેમ રમી રહ્યો હોવાની જાણ તેના માતા પિતાને

થઇ જતાં. તેમણે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. કિશોરના માતા પિતાને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન મળી હતી અને તેના આધારે તેમણે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. જેથી ક્રાઇમબ્રાન્ચએ રાજસ્થાન પોલીસને જાણ કરીને કિશોર અને તેના માતા પિતાને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં કિશોરનું બે દિવસ કાઉન્સીલીંગ કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ કિશોર ગેમ ઓનલાઇન નહીં પરંતુ અલગ અલગ પ્લેટફોર્મ પર 50 ટાસ્કમાંથી કોઇપણ ટાસ્ક રમતો હતો.

જો કે કિશોરના શરીર પર કેટલાક ઇજાના નિશાનો પણ મળી આવ્યાં હતાં. હાલમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ કિશોર જે મોબાઇલનો ઉપયોગ કરતો હતો તે મોબાઇલમાં કોઇ ગેમ હતી કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે અને જરૂર પડ્યે એફએસએલની પણ મદદ લેવામાં આવશે.

સુચવેલા સમાચાર