અમદાવાદઃપાનની દુકાન ક્રિકેટ થીમ પર તૈયાર કરાઈ, મેન્યુ કાર્ડમાં પણ ક્રિકેટ ફ્લેવર

Jun 04, 2017 01:30 PM IST | Updated on: Jun 04, 2017 02:06 PM IST

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે બપોરે ત્રણ કલાકે મુકાબલો થવાનો છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અને ભારતની જીત માટે દેશભરમાં હવન અને દુવાઓ કરાઇ રહી છે. લંડનમાં મેચ રમાવાની છે. ભારતની જીત માટે ચાહકો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

cricet chahak surat-amdaad

અમદાવાદઃપાનની દુકાન ક્રિકેટ થીમ પર તૈયાર કરાઈ, મેન્યુ કાર્ડમાં પણ ક્રિકેટ ફ્લેવર

અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે.વસ્ત્રાપુર વિસ્તારમાં પાનની દુકાન ક્રિકેટ થીમ પર તૈયાર કરાઈ છે.દુકાનમાં ક્રિકેટરોના ફોટા, બેનર, યુનિફર્મ અને ક્રિકેટની સમગ્રી ગોઠવાઈ છે. મેન્યુ કાર્ડમાં પણ ક્રિકેટ ફ્લેવર છે.

Untitled

1 વર્ષ બાદ ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન ફરી એકવાર આમને સામને છે.બંને દેશોના ક્રિકેટ પ્રશંસકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. પાકિસ્તાન ક્યારેય ફાઇનલમાં પહોચ્યુ નથી. બપોરે 3 કલાકે મહામુકાબલો શરૂ થશે. ચેમ્પિયન ટ્રોફીમાં બે વખત ભારત ચેમ્પિયન રહી ચુક્યુ છે.

dukan

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર