કટકીબાજ કોર્પોરેશનઃબ્લેકમેઇલ કરી આ અધિકારી ઉઘરાવે છે હપ્તો!, માત્ર કિમિયો નવો

Apr 27, 2017 02:13 PM IST | Updated on: Apr 27, 2017 02:39 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીની કટકી સીસીટીવીમાં કેદ થઇ છે. મિલકતની આકારણી ઘટાડવા માટે લાંચ માગી લાખોનો તોડ કરે છે.પહેલા લાખોનું બિલ આપવામાં આવ્યુ બાદમાં આકારણી ઘટાડવા લાંચ માગવામાં આવી હતી. લાંચ મળતા જ અધિકારી લાખોના મસમોટા બીલ હજારોના કરી નાખતા હોવાનું સામે આવ્યું છે.

lach amc

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીઓ આકરણી નામે મસમોટી રકમો પ્રોપર્ટી ધારકો પાસેથી લઇ રહ્યા છે. જે અંગેનો આજે પર્દાફાશ ઇ ટીવી કરવા જઇ રહી છે.lach amc2

બોડકદેવ વોર્ડના ટેક્સ અધિકારી પ્રોપર્ટીની આકરણી વધારી, પ્રોપર્ટી ધારક પાસેથી મસમોટી રકમ લઇ રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. રમેશ પ્રજાપતિ જે નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ આંબલી વોર્ડના ટેક્સ કર્મચારી છે. જેની કામગીરી પ્રોપર્ટી ટેક્સ માટે સ્થળની આકરણી કરવાની કામગીરી છે, પરંતુ તેઓ પ્રોપર્ટી ધારકો પાસેથી આકરણી વધારી પૈસા પડવાની પૈરવી કરી રહ્યા છે જે સીસીટીવીમાં કેદ થઇ છે.

lach amc5

આંબલીના રહેવાસી કનુભાઇ પટેલ જે પોતાની જમીન અન્ય વ્યક્તિને ભાડે આપી હતી. જેની કાયદેસર આકરણી 116 ચો મી થયા છે. પરંતુ લાંચિયા અધિકારીઓએ કનુભાઇ પટેલની જમીનની આકરણી ત્રણ ગણી એટલે કે 494 ચોમી કરી નાખી હતી અને 2 લાખ 61 હાજર 485 રૂપિયાનું પ્રોપર્ટી બિલ આપી દીધુ હતું. જે બિલની રકમ ઓછી કરવા માટે એએમસીના અધિકારીઓએ 25 હજારની લાંચ માંગ હતી.

આ ઘટના માત્ર કનુભાઇ સાથે જ નથી થઇ. અન્ય વિસ્તારના લોકો પાસેથી પણ આ પ્રકારે ઘટના સામે આવી છે. લાંચિયા અધિકારીઓ એટલી હદ સુધી જતા રહ્યા છે કે નાના દુકાન ચલાવતા લોકોને પણ હેરાન પરેશાન કરવા પાસી પાની નથી કરી રહ્યા છે. કોર્પોરેશના આ લાંચિયા અધિકારીએ ખોટી જમીની આકરણી કરી અનેક લોકોને ભોગ બનાવ્યા છે.ભ્રષ્ટાચારથી ખદબતા જીવતો જાગતો પૂરાવો છે અને આ જ પ્રકારને જનતાની સેવામાં બેઠેલા અધિકારીઓ, જનતાને લૂટતા રહેશે તે ન ચલાવી લેવાય.

સુચવેલા સમાચાર