અમદાવાદઃ30વર્ષથી ફરજ બજાવતા 180હોમગાર્ડને અચાનક છુટા કરાતા વિરોધ

Apr 16, 2017 05:07 PM IST | Updated on: Apr 16, 2017 05:07 PM IST

સિવીલ ઓથોરીટી દ્વારા સીવીલ હોસ્પીટલ પરીસરમાં ફરજ  બજાવતા હોમગાર્ડને છુટા કરી દેવાતા હોમગાર્ડ્સ તરફથી વિરોધ નોધાવવામા આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી સીવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા આ 180 જેટલા હોમગાર્ડને સીવીલમાંથી છુટા કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાંથી શનિવારે 50 હોમગાર્ડ જવાનોને છુટા કરી દેવાતા તેઓએ વિરોધ નોધાવ્યો છે.

સિવીલ ઓથોરીટીનુ કહેવુ છે કે હોમગાર્ડ જવાન સમયસર ફરજ બજાવતા ન હતા અને સિક્યોરીટી વ્યવસ્થા જાળવવામા પણ ઉણા ઉતરી શક્યા ન હતા સીક્યોરીટી નબળી પડતી હોવાથી અમે આ નિર્ણય કર્યો છે અને જીઆઈએસએફના હાલ 50 ગાર્ડસને તેમની જગ્યાએ ફરજ આપવામા આવી છે. અને કુલ 180 પોઈન્ટસ પર આગામી દિવસોમાં હોમગાર્ડ્સને છુટા કરી જીઆઈએસએફના જવાનોને મુકાશે.

અમદાવાદઃ30વર્ષથી ફરજ બજાવતા 180હોમગાર્ડને અચાનક છુટા કરાતા વિરોધ

તો હોમગાર્ડસ જવાનોનુ કહેવુ છે કે જે ઈમરજન્સી ટ્રોમા વોર્ડમાં અણબનાવો બને છે ત્યા અમારી સીક્યોરીટી છે જ નહી ત્યા તો પ્રાઈવેટ સિક્યોરીટી મુકેલી છે અને તેને હટાવવવામા આવી નથી અને અમને હટાવી દેવાયા છે તેમાં સીવીલના અધીકારીઓનુ આર્થીક હિત હોવાનુ આક્સેપ કર્યો છે.

 

સુચવેલા સમાચાર