અમદાવાદઃચિલ્ડ્રન હોમમાં ગુલાબ જામુ ઓછા આપતા સગીરાઓ વચ્ચે મારામારી

May 31, 2017 03:50 PM IST | Updated on: May 31, 2017 03:50 PM IST

અમદાવાદના ઓઢવમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થા અવાર નવાર ચર્ચા કેન્દ્ર રહ્યુ છે.ત્યારે આજે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 13 સગીરાઓ એક સાથે જમવા બેઠી હતી તે સમયે 4 સગીરા જમવાની સામાન્ય બાબતમાં છુટા હાથની મારા મારી ઉપર ઉતરી ગઇ હતી.

સાંજના સગીરા જમવા પીરસાઈ રહ્યું હતું તેમાં બે સગીરાને 2 નંગ ગુલાબ જમ્બુ વધારે આપ્યા હતા તે વાતને લઇને 4 સગીરા એક-બીજા માથા વાળ ખેંચી છુટા હાથની મારામારી કરી હતી.4 સગીરા વચ્ચે માથાકુટમાં રાજકોટની એક સગીરાને માથા ભાગે ઇજા પહોચતા એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.હાલ તો સગીરાને હોસ્પિટલ દાખલ કરી સારવાર અર્થે છે.તેવામાં ઓઢવ પોલીસને પણ જાણ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદઃચિલ્ડ્રન હોમમાં ગુલાબ જામુ ઓછા આપતા સગીરાઓ વચ્ચે મારામારી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર