અમદાવાદમાં એક જ દિવસમાં રદ થયેલી 42લાખની નોટો મળી,કમિશનર પર બદલાઈ રહી છે નોટો

Feb 10, 2017 04:05 PM IST | Updated on: Feb 10, 2017 04:05 PM IST

અમદાવાદઃ અમદાવાદની સરદારનગર પોલીસે નોબલ નગરમાંથી રુપિયા 37 લાખની જુની ચલણી નોટો સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે ત્યારે ચાંદખેડા પોલીસે પણ રુપિયા 4.50 લાખની જુની ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે જુની નોટોની જાણ આઈટી વિભાગને કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. હાલ પણ લોકો વહિવટ કરીને કમીશન પર નોટો બદલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સરદારનગર પોલીસને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો જુની નોટો લઈને નોબલનગર તરફ આવી રહ્યા છે જેથી પોલીસે રોકી તપાસ કરતા તેમાંથી 37 લાખની નોટો મળી આવી હતી.પોલીસનુ કહેવુ છે કે ત્રણેય શખ્સોનુ કહેવુ છે કે આ લોકો જમીન દલાલીનુ કામ કરે છે અને મહેસાણાના એક જમીન દલાલે આ રુપિયા નરોડાના પિન્ટુ ભાઈને આપવા જમાવ્યુ હતુ જેથી તે રુપિયા આપવા માટે આવ્યા હતા.

અમદાવાદમાં એક જ દિવસમાં રદ થયેલી 42લાખની નોટો મળી,કમિશનર પર બદલાઈ રહી છે નોટો

મહત્વની વાત તો એ છે કે સરદારનગરની સાથો સાથ ચાંદખેડા પોલીસે પણ રુપિયા 4.50 લાખની જુની ચલણી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસનુ કહેવુ છે કે એક આણંદ તો એક પ્રાતિંજની રહેવાસી છે.આ બન્ને કમિશન માટે નોટો બદલાવવા માટે આવ્યા હતા.પરંતુ બન્ને આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે આ જુની નોટો આ લોકો પાસે ક્યાંથી આવી અને આ લોકો કોણી પાસે બદલવા જઈ રહ્યા હતા.

હાલ તો બન્ને પોલીસ સ્ટેશન દ્રારા આઈટીને જાણ કરી દેવામાં આવી છે અને આ નોટો ની વધુ તપાસ આઈટી દ્રારા કરવામાં આવશે.જોકે સવાલ એ ઉભો થાય છે કે હાલ પણ જુની અને નવી નોટોના ખેલમાં પરદા પાછળના અસલી ચહેરો કોનો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર