અમદાવાદઃ2008ના સિરિયલ બ્લાસ્ટનો આરોપી દુબઇમાં કરે છે વેપાર

May 25, 2017 07:36 PM IST | Updated on: May 25, 2017 07:36 PM IST

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ બોંબ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુહેબ પોટ્ટનીકલની એસઓજી અને ક્રાઈમ બ્રાંચે કેરાલાથી ધરપકડ કરી છે.સુહેબ બોંબ બ્લાસ્ટ બાદ દુબઈ ભાગી ગયો હતો અને છેલ્લા 9 વર્ષથી દુબઈમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.ક્રાઈમ બ્રાંચે સુહેબ સહિત કુલ 80 લોકોની ધરપકડ કરી લીધી છે.

સુહેબ પોટ્ટનીકલ મુળ કેરાલાનો રહેવાસી છે અને આંતકી સંગઠન ઈન્ડિયન મુજાહીદ્દીનમાં ભટકલ મોડ્યુલ સાથે કામ કરતો હતો.એસઓજી અને ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે આંતકી સુહેબ દુબઈથી કેરાલા પોતાના ઘરે પાછો આવવાનો છે તે માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે કેરાલાના એરપોર્ટથી ધરપકડ કરી લીધી છે.ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી બોંબ બ્લાસ્ટ સમય મુંબઈમાં હતો અને બોંબ બ્લાસ્ટ બાદ તે દુબઈ ભાગી ગયો હતો અને ત્યાં વેપાર કરતો હતો.આંતકીના પિતાનુ કેરાલામાં રાઈસ મિલ હતી અને સુહેબ પણ કેરાલામાં પહેલા વેપાર કરતો હતો.આતંકી સુહેબ બોંબ બ્લાસ્ટ પહેલા પણ અનેક વાર વિેદેશ પ્રવાસ કરી ચુક્યો છે.

અમદાવાદઃ2008ના સિરિયલ બ્લાસ્ટનો આરોપી દુબઇમાં કરે છે વેપાર

ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યુ છે કે સુહેબ અને બોંબ બ્લાસ્ટના અન્ય આરોપી ઈટી સૈનુદ્દીન અને સરકુદ્દીન સાથે અગાઉથી સંપર્કમાં હતો અને સાથે ઈલેકટ્રોનીકનુ કામ કરતા હતા.સુહેબ જેતે સમય ઈન્ડિયન મુજાહીદ્દીન ના મુખ્ય આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો.

અમદાવાદ અને સુરતમાં બોંબ પ્લાન્ટ કરવાના હોય તે માટે ઉપયોગ થનાર ઈલોકટ્રોનીક ચીપ્સ ઈટી સૈનુદ્દીન તથા સરકુદ્દીને બનાવતા હોય તેઓનો સંપર્ક પોટ્ટનીકલે રીયાઝ ભટકલ અને અન્ય માસ્ટરમાંઈડ સાથે કરાવી દીધો હતો.સુહેબે ચીપ્સ પોંહચાડવાનુ કામ પણ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર